Rain : છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં માવઠું, સૌથી વધારે અંજારમાં વરસાદ ખાબક્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં વરસાદ ખાબક્યો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં 3.19 ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરાના કરજણમાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અડધાથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ અંજારમાં વરસાદ ખાબક્યો
ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે જગતના તાતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સૌથી વધારે કચ્છના અંજારમાં વરસાદ ખાબક્યો છે. તેમજ કરજણમાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ વરસતા ખેતી પાકોને નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને પેટ પર પાટુ માર્યાની સ્થિતિ સર્જાઈ છે. જો કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સરવેની કામગીરી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.તેમજ સરવેના આધારે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચુકવવાની જાહેરાત કરવામાં આવશે.
