Travel Tips : શિયાળામાં ગુજરાતના આ સ્થળોની મુલાકાત લીધા પછી તમને ઘરે પાછા ફરવાનું મન નહીં થાય
શિયાળો,ઉનાળો કે પછી ચોમાસું જે ફરવાના શૌખીન છે ,તેમને કોઈ પણ ઋતુ અડચણમાં આવતી નથી. ત્યારે ગુલાબી ઠંડીમાં તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ગુજરાતના આ સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો.

ગુજરાત તેની સંસ્કૃતિ અને ઐતિહાસિક વાતાવરણ માટે જાણીતું છે.અહીં, તમને ઇતિહાસ, ધર્મ અને પ્રકૃતિથી સમૃદ્ધ સ્થળો જોવા મળશે. એકવાર તમે અહીં ગયા પછી, તમને ઘરે પાછા ફરવાનું મન નહીં થાય. તો બસ બેગ પેક કરી બનાવી લો ફરવાનો પ્લાન

ગુજરાતમાં અનેક પર્યટન સ્થળો છે જે દૂર-દૂરથી પ્રવાસીઓને આકર્ષે છે. ઘણા લોકો પર્વતો પર ફરવા માટે ઉત્સાહી હોય છે. તો કેટલાક લોકોને બીચ ખુબ પસંદ હોય છે. તો આજે અમે તમને ગુજરાતના એવા સ્થળો વિશે જણાવીશું. જ્યાં તમે શિયાળમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

જો શિયાળામાં ગુજરાતના ફરવાના સ્થળોની વાત આવે તો, સૌથી પહેલું નામ કચ્છનું આવે છે,કચ્છનું રણ વિશ્વના સૌથી મોટા મીઠાના રણોમાંનું એક છે.કચ્છમાં દર વર્ષે કચ્છ રણ ઉત્સવનું આયોજન થાય છે,કચ્છના સફેદ રણમાં દર વર્ષે જૂદી જૂદી થીમ પર રણ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે.

તમે હડપ્પા વિશે પુસ્તકોમાં ઘણું સાંભળ્યું હશે, અને જો તમે તેને તમારી આંખે જોવા માંગતા હો, તો હડપ્પા સંસ્કૃતિના શહેર ધોળાવીરાની મુલાકાત લો. આ સ્થળને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. અહિ જવા માટે તમે ભુજ એરપોર્ટ પર ઉતરી ધોળાવીરા સડક માર્ગે ભચાઉથી વાહન દ્વારા જઇ શકાય છે.ટ્રેન દ્વારા અમદાવાદ-ભુજ રેલ્વે માર્ગ પર સામખીયાળી ઉતરી વાહન દ્વારા પહોંચી શકાય છે. તેમજ બાય રોડ અમદાવાદ, પાલનપુર, રાપર અથવા ભચાઉ પહોંચી ધોળાવીરા જઇ શકાય છે.

તમે કચ્છ ફરવા માટે જઈ રહ્યા છો. તો તમે માંડવી બીચની મુલાકાત લઈ શકો છો, જ્યાં તમને સૂર્યાસ્ત સમયે શાંતિનો અનોખો અનુભવ થશે. તમે બોટિંગ, કેમ્પિંગ અને ક્વોડ બાઇકિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો.

આ સિવાય તમે સાપુતારા, સોમનાથ,દ્વારકા, નાગેશ્વર જ્યોર્તિલિંગ કે પછી શિવરાજ પુર બીચ પર ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
