પ્રી વેડિંગ માટે બેસ્ટ છે ગુજરાતના આ સુંદર સ્થળો,જુઓ ફોટો
આજ-કાલ લગ્ન પહેલા પ્રી વેડિંગ કરવાનો ક્રેઝ ખુબ જ વધ્યો છે.પ્રી-વેડિંગનો અર્થ લગ્ન પહેલાં કરવામાં આવતા ફોટોશૂટ છે, કપલ પ્રી વેડિંગ માટે કેરળ,ગોવા જેવા સ્થળોએ જઈ પ્રી વેડિંગ ફોટોશૂટ કરતા હોય છે. તો આજે આપણે ગુજરાતમાં આવેલા પ્રી વેડિંગ માટેના સુંદર સ્થળો વિશે વાત કરીએ.

આજકાલ, લોકો દરેક ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માંગે છે. લગ્ન એ યુગલના કપલનો સૌથી મોટો અને ખાસ પ્રસંગ હોય છે. લગ્ન પહેલાની દરેક ક્ષણને તેમના ભાવિ જીવનસાથી સાથે સુંદર યાદો તરીકે ઉજવવા માટે, યુગલો પ્રી-વેડિંગ ફોટોશૂટ તરફ વળ્યા છે. આજકાલ દરેક યુગલ માટે પ્રી-વેડિંગ ફોટોશૂટ એક ટ્રેન્ડ બન્યો છે.

ગુજરાતમાં આવેલા આ 5 સુંદર સ્થળો પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે બેસ્ટ છે, તમે ઓછા બજેટમાં પ્રી વેડિંગ કરી શકો છે. જેમાં સૌથી પહેલું નામ ઉપરકોટનું આવે છે. તમે ઉપર કોટમાં તમારું પ્રી વેડિંગ ફોટોશૂટ કરી શકો છો.

કચ્છનું નામ આવતા જ લોકો ફરવાનો પ્લાન બનાવી લેતા હોય છે. દર વર્ષે કચ્છમાં રણઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દેશ વિદેશથી લોકો ફરવા માટે આવતા હોય છે.

અહી સફેદ રણ તમેજ આજુબાજુના સુંદર સ્થળો પર તમે પ્રી વેડિંગની સાથે કચ્છમાં ફરવાનો પણ પ્લાન બનાવી શકો છો. કચ્છ રણઉત્સવની શરુઆત 20 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધીમાં કચ્છમાં જવાનો પ્લાન બનાવી શકો છો.

જો તમે બીચમાં પ્રી વેડિંગ ફોટોશૂટ કરવા માંગો છો. તો તમે શિવરાજપુર બીચ, માંડવી બીચ, માધવપુર બીચ સહિત ગુજરાતમાં અનેક બીચ આવેલા છે. જ્યાં તમે પ્રી વેડિંગ ફોટોશૂટ કરી શકો છો.

આજકાલ પ્રી વેડિંગ ફોટોશૂટમાં લોકો ભક્તિમય બન્યા છે. ત્યારે તમે ગીરનાર, દ્વારિકા, સોમનાથ, માધવપુર ઘેડમાં પણ પ્રી વેડિંગ ફોટોશૂટ કરી શકો છો.

સાબરમતી રિવરફ્રન્ટ,અડાલજની વાવ,રાણકી વાવ અથવા રાણી કી વાવ,નળ સરોવર સહિત અમદાવાદમાં અનેક સુંદર જગ્યાઓ આવેલી છે. જ્યાં તમે પ્રી વેડિંગ ફોટોશૂટ કરી શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
