જો શાહરુખખાન બાંગ્લાદેશીને IPL રમાડશે તો જોવા જેવી થશેઃ ભાજપના ધારાસભ્યે આપી લુખ્ખી ધમકી
આગામી એપ્રિલમાં શરુ થનાર ક્રિકેટ લીગ આઈપીએલમાં શાહરૂખ ખાનની ટીમ દ્વારા બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ખરીદવાથી રાજકીય વિવાદ થયો છે. ગાઝિયાબાદના લોની મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોનો ઉલ્લેખ કરીને, નંદકિશોર ગુર્જરે બાગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ભારતમાં રમવા દેવાને ખોટું ગણાવ્યું અને શાહરૂખ ખાનની ટીમનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.

ભારતના પડોશી બાંગ્લાદેશમાં રાજકીય સ્થિતિ કથળી છે. હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યાં છે. લોકો બેહરમીથી હિન્દુઓની કતલ કરી રહ્યાં છે. ત્યારે આઈપીએલ હરાજીમાં શાહરૂખ ખાનની ટીમ દ્વારા બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ખરીદવાથી અને હવે ભારતમાં રમવાની તેમની ઇચ્છા જાહેર કરવાથી રાજકીય વિવાદ શરૂ થયો છે. ગાઝિયાબાદના લોની વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે, આ મામલે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે કહ્યું કે આ નિર્ણય અત્યંત દુઃખદ છે અને તેનાથી દેશભરમાં રોષ ફેલાયો છે.
તેમણે આરોપ લગાવ્યો કે, બાંગ્લાદેશમાં એક તરફ હિન્દુઓ પરના અત્યાચારો વધી રહ્યાં છે. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે બાંગ્લાદેશી ખેલાડીને ભારતની ધરતી પર રમવાની તક આપવી એ ખોટી વાત છે. ધારાસભ્યએ શાહરૂખ ખાન અને તેની ટીમના નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે, બાંગ્લાદેશી ખેલાડીને ભારતની ધરતી પર રમવાની મંજૂરી ના આપવી જોઈએ.
શાહરૂખ ખાનની ટીમનો બહિષ્કાર કરો
નંદ કિશોર ગુર્જરે એમ પણ કહ્યું કે, શાહરૂખ ખાન ભારતીય જનતાના પૈસા એવા જેહાદી માટે ખર્ચી રહ્યો છે. જેના દેશમાં આપણી માતાઓ અને પુત્રીઓની હત્યા અને બળાત્કાર થાય છે. લોકોને નિર્દયતાથી જાહેરમાં માર મારીને મારી નાખવામાં આવે છે. આમ છતા જો આવા દેશના તે ખેલાડીને ભારતમાં રમવાની મંજૂરી આપવામાં આવે તો દેશવ્યાપી વિરોધ થશે. તેમણે શાહરૂખ ખાનની ટીમનો બહિષ્કાર કરવાની અપીલ કરી અને સમાજના તમામ વર્ગોને તેનો વિરોધ કરવા હાકલ કરી.
અગાઉ, ભાજપના નેતા સંગીત સોમે પણ આવા જ મુદ્દા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે શાહરૂખ ખાનને, દેશદ્રોહી ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “એક તરફ, બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે, જ્યારે બીજી તરફ, IPLમાં બાંગ્લાદેશી ક્રિકેટરોને લખ્ખો અને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવી રહ્યા છે.”
સંગીત સોમે તો એવુ પણ કહ્યું હતું કે, “ભારતના દેશદ્રોહી, ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાને, એક બાંગ્લાદેશી ક્રિકેટરને આશરે 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આવા દેશદ્રોહીઓને દેશમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી.” સંગીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સીએમ યોગી આદિત્યનાથની સરકારમાં અતિક જેવા મોટા ગુનેગારો માર્યા ગયા હતા.
આ પણ વાંચોઃ 14 વર્ષનો આ ખેલાડી પહેલીવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમશે, બનાવ્યો કેપ્ટન, જાણો