શું KKR મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા છતાં પૈસા ચૂકવશે? નિયમો જાણો
Mustafizur Rahman compensation : મુસ્તફિઝુર રહમાનને 9.2 કરોડની મોટી કિંમત પર ખરીદવામાં આવ્યો છે. કોઈ પણ ભૂલ વગર તેમને ટીમમાંથી દુર કરવામાં આવ્યો છે.તો શું હવે કેકેઆર આ ખેલાડીને પૈસા આપશે, ચાલો આઈપીએલનો નિયમ જાણીએ.

Mustafizur Rahman : બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને આઈપીએલ 2026માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. કેકેઆરે આ ખેલાડીને 9.2 કરોડની કિંમત પર ખરીદ્યો હતો.હવે સવાલ એ છે કે, આ બોલરને બહાર કરનારી કેકેઆરની ટીમ શું મુસ્તફિઝુરને પૈસા આપશે. મુસ્તફિઝુર ખુદ આઈપીએલમાંથી બહાર થયો નથી પરંતુ તેમને ખરીદીને બહાર કરવામાં આવ્યો છે.શું આ માટે તેને પૈસા મળશે. તો ચાલો તમને જણાવીએ કે, શું છે આઈપીએલને લઈ બીસીસીઆઈનો નિયમ.
મુસ્તફિઝર રહમાનને શું પૈસા મળશે?
તમને જણાવી દઈએ કે, ફાસ્ટ બોલર મુસ્તફિઝર રહમાનને એક રુપિયો પણ મળવાની શક્યતા નથી.જોકે તેમના કરારની સમાપ્તિમાં તેમની કોઈ ભૂમિકા નહોતી, BCCI એ તેમની હકાલપટ્ટીનું કારણ આપ્યું નથી, પરંતુ તેમના આ પગલાથી ખેલાડીઓના અધિકારો અંગે ચર્ચા શરૂ થઈ છે, ખાસ કરીને કારણ કે તેમણે સ્વેચ્છાએ IPLમાંથી ખસી ગયો ન હતો. અને ન તો તેમણે કોઈ ખોટું કામ કર્યું છે. જેના કારણે મુસ્તફિઝુરને બહાર કરવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં મુસ્તફિઝુરને એક પણ પૈસા મળશે નહી.
ટીમમાંથી બહાર
આઈપીએલના એક જાણકારે પીટીઆઈને જણાવ્યું કે, આઈપીએલના તમામ ખેલાડીઓને મળનાર પૈસાનો વીમો હોય છે. ઈન્ટરનેશનલ ખેલાડીઓના મામલે જો તે કેમ્પમાં સામેલ થયા બાદ ટૂર્નામેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થાય છે. તો સામાન્ય રીતે ફ્રેન્ચાઈઝી ચૂકવણી કરે છે.જોકે, મુસ્તફિઝુરનો કેસ વીમાના સામાન્ય નિયમો હેઠળ આવતો નથી.ઈજા અથવા લીગમાં ભાગ લેવા સંબંધિત કોઈપણ ક્રિકેટ સંબંધિત કારણોસર તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ન હોવાથી, KKR તેને કોઈ પૈસા ચૂકવવા માટે બંધાયેલ નથી.
મુસ્તફિઝુરે કાનુની રસ્તો અપનાવ્યો તો શું થશે
મુસ્તફિઝુરની પાસે કાનુની રસ્તો અપનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી.પરંતુ આ સમસ્યા આઈપીએલ ભારતીય કાનુનના દાયરામાં આવે છે. કોઈ પણ વિદેશી ક્રિકેટર આ સ્થિતિમાંથી પસાર થવા માંગશે નહી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) નો આશરો લેવા માંગશે નહીં. BCBએ IPLમાં ભાગ લેવા માટે મુસ્તફિઝુરનું NOC પણ પાછું ખેંચી લીધું છે, જેનાથી તેમનો કેસ વધુ નબળો પડી ગયો છે. હાલના સંજોગોમાં, મુસ્તફિઝુર ખાલી હાથે પાછા ફરવાનું નક્કી કરે છે.
