AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : ઝિમ્બાબ્વે સામે સુપર 8 મુકાબલામાં ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર ! જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ 11

T20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામેની મેચ માટે ભારતીય ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ટીમના કોચે જણાવ્યું છે કે ટીમ ઓપનિંગમાં લેફટી-રાઈટી કોમ્બિનેશન પર વિચાર કરી રહી છે. સાથે જ પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર થઈ શકે છે.

T20 WC Breaking : ઝિમ્બાબ્વે સામે સુપર 8 મુકાબલામાં ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર ! જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ 11
T20 WCImage Credit source: PTI
| Updated on: Feb 25, 2026 | 6:10 PM
Share

T20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન અંગે ચર્ચાઓ તેજ થઈ છે. લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન અને બોલિંગને ધ્યાનમાં રાખીને કોચિંગ સ્ટાફ કેટલાક ફેરફારો પર વિચાર કરી રહ્યા છે. ખાસ કરીને ઓપનિંગ જોડીમાં બદલાવની શક્યતા સૌથી વધુ ચર્ચામાં છે.

ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે સામે મુકાબલો

ભારત માટે ઝિમ્બાબ્વે સામેની મેચ સેમિફાઇનલની દિશામાં મહત્વપૂર્ણ બની શકે છે. ચેન્નાઈમાં યોજાનારી આ મેચ માટે ટીમે જોરશોરથી તૈયારી શરૂ કરી છે. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેચના પરિણામો પણ ગ્રુપની સ્થિતિને અસર કરશે, છતાં ભારત માટે જીત અનિવાર્ય માનવામાં આવી રહી છે.

પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર?

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બેટિંગ કોચ સિતાંશુ કોટકે લેફ્ટ-રાઈટ ઓપનિંગ કોમ્બિનેશન અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ટીમ શરૂઆતમાં મજબૂત પ્રારંભ ઇચ્છે છે અને તે માટે લેફટી-રાઈટી જોડીને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. હાલ ઓપનિંગમાં ઈશાન કિશન અને અભિષેક શર્મા બંને ડાબા હાથના બેટ્સમેન છે.

ઓપનિંગ જોડી બદલાશે?

આ પરિસ્થિતિમાં પ્રશ્ન ઉભો થાય છે કે શું ઓપનિંગ જોડીમાં ફેરફાર થશે? અભિષેક શર્મા નેટ પ્રેક્ટિસમાં ખુબ મહેનત કરતો જોવા મળ્યો છે અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બીજી તરફ ઈશાન કિશન સારા ફોર્મમાં છે, જેથી તેને બહાર કરવો સરળ નિર્ણય નહીં હોય.

લેફટી-રાઈટી કોમ્બિનેશન

લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન બનાવવા માટે સંજુ સેમસનને ઓપનિંગમાં તક મળી શકે છે. એવી સંભાવના છે કે સેમસન અને અભિષેક નવી ઓપનિંગ જોડી તરીકે મેદાનમાં ઉતરે, જ્યારે ઈશાનને ત્રીજા ક્રમે રમાડવામાં આવે. રિંકુ સિંહ વ્યક્તિગત કારણોસર ટીમથી થોડા સમય માટે દૂર રહ્યો હોવાથી મધ્યક્રમમાં પણ ફેરફાર શક્ય છે.

વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અક્ષર પટેલ?

બોલિંગ વિભાગમાં પણ એક ફેરફાર જોવા મળી શકે છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અક્ષર પટેલને તક આપવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ નંબર 8 પર એક જ ઓલરાઉન્ડર રાખવા માગે છે, જેના કારણે આ બદલાવ સંભવિત માનવામાં આવે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

Breaking News : સચિન તેંડુલકરને LBW આઉટ આપવો મારી ભૂલ… 22 વર્ષ બાદ અમ્પાયરની કબૂલાત

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">