AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : ICC ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર, ભારતના 4 ખેલાડીઓને સ્થાન, 146 ની એવરેજ ધરાવતો ખેલાડી બહાર

T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ ICC એ ટુર્નામેન્ટની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. આ ટીમમાં ભારતના ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે ફાઈનલ સુધી પહોંચેલા ન્યુઝીલેન્ડના એકપણ ખેલાડીને જગ્યા આપવામાં આવી નથી. વધુ આશ્ચર્યની વાત એ છે કે 146 ની સરેરાશથી રન બનાવનાર ખેલાડી પણ આ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.

T20 WC Breaking : ICC ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર, ભારતના 4 ખેલાડીઓને સ્થાન, 146 ની એવરેજ ધરાવતો ખેલાડી બહાર
World CupImage Credit source: X
| Updated on: Mar 09, 2026 | 8:51 PM
Share

T20 વર્લ્ડ કપ 2026ના અંત પછી ICC એ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરી છે. આ ટીમમાં કુલ 11 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ ટીમમાં ભારતના ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

T20 વર્લ્ડ કપ 2026 ની બેસ્ટ ટીમ જાહેર

ICC દ્વારા જાહેર કરાયેલી ટીમમાં પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન અને ભારતના સંજુ સેમસનને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મધ્યક્રમમાં ઈશાન કિશન અને દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામને સ્થાન મળ્યું છે. માર્કરામને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઈંગ્લેન્ડના વિલ જેક્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આફ્રિકન કેપ્ટનના હાથમાં ટીમની કમાન

ઓલરાઉન્ડર વિભાગમાં વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ખેલાડી જેસન હોલ્ડરને સ્થાન મળ્યું છે. બોલિંગ વિભાગમાં ભારતના જસપ્રીત બુમરાહ, દક્ષિણ આફ્રિકાના લુંગી એનગીડી, ઈંગ્લેન્ડના સ્પિનર આદિલ રશીદ અને ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમેરિકા ટીમના શેડલી વાન શૈકવિકને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

ઓપનિંગમાં સંજુ પહેલી પસંદ

ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનના સાહિબજાદા ફરહાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સાત મેચમાં 76.60 ની સરેરાશ અને 160 થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 383 રન બનાવ્યા હતા. બીજી તરફ સંજુ સેમસને માત્ર પાંચ મેચમાં 80.25 ની સરેરાશથી 321 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 200 રહ્યો હતો.

પંડ્યા પાવર, કિશનનો કમાલ

ભારતના ઈશાન કિશને નવ મેચમાં 317 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 192.29 રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામે નવ મેચમાં 47 થી વધુની સરેરાશથી 286 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે નવ મેચમાં 217 રન બનાવ્યા અને સાથે નવ વિકેટ પણ લીધી.

બોલિંગમાં બેસ્ટ બુમરાહ

બોલિંગ વિભાગમાં પણ ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહે આઠ મેચમાં 14 વિકેટ ઝડપી અને તેનો ઇકોનોમી રેટ માત્ર 6.21 રહ્યો હતો. લુંગી એનગીડીએ સાત મેચમાં 12 વિકેટ લીધી હતી, જ્યારે આદિલ રશીદે આઠ મેચમાં 13 વિકેટ ઝડપી હતી. ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાની અને અમેરિકાના શેડલી વાન શૈકવિકે પણ બોલિંગમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

ICC ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ

સાહિબજાદા ફરહાન, સંજુ સેમસન, ઈશાન કિશન, એડન માર્કરામ, હાર્દિક પંડ્યા, વિલ જેક્સ, જેસન હોલ્ડર, જસપ્રીત બુમરાહ, લુંગી એનગીડી, આદિલ રશીદ અને બ્લેસિંગ મુઝરાબાની.

T20 વર્લ્ડ કપ 2026ની સફળતા પર FIFA અધ્યક્ષના અભિનંદન, જય શાહના નેતૃત્વની વૈશ્વિક પ્રશંસા

Follow Us
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
દૂઘના ભાવ વધ્યા, ચા પ્રેમીઓને ચાનો શોખ મોંઘો પડશે, જુઓ વીડિયો
દૂઘના ભાવ વધ્યા, ચા પ્રેમીઓને ચાનો શોખ મોંઘો પડશે, જુઓ વીડિયો
ચૂંટણી સમયે દારૂ પકડાવાના કેસમાં કોંગ્રેસના કાઉન્સિલરની થઈ ધરપકડ
ચૂંટણી સમયે દારૂ પકડાવાના કેસમાં કોંગ્રેસના કાઉન્સિલરની થઈ ધરપકડ
Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ
Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ
UPમાં પ્રચંડ આંધીનો કહેર ! હોર્ડિંગ્સ સાથે વ્યક્તિ પણ હવામાં ફંગોળાયો
UPમાં પ્રચંડ આંધીનો કહેર ! હોર્ડિંગ્સ સાથે વ્યક્તિ પણ હવામાં ફંગોળાયો
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
g clip-path="url(#clip0_868_265)">