AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips : તમારુ બાળક બધા સામે જેમ ફાવે એમ બોલી નાખે છે? જાણો તેને કેવી રીતે સમજાવશો

આજના સમયમાં સ્માર્ટ અને સમજદાર પેરેન્ટિંગ બહુ મહત્વપૂર્ણ બની ગયું છે અહીં મુખ્ય વાત એ છે કે જો તમારું બાળક કોઈને અપમાનિત કરવા અથવા મજાક કરવા માટે ઇરાદાપૂર્વક આવું કરે , તો તે એક વર્તણૂકીય સમસ્યા છે.

Parenting Tips : તમારુ બાળક બધા સામે જેમ ફાવે એમ બોલી નાખે છે? જાણો તેને કેવી રીતે સમજાવશો
Credit by GooleImage Credit source: google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 1:49 PM
Share

તમારા બાળકની નિખાલસતા તેની સાચી શક્તિ છે. તેને બદલવાનો પ્રયાસ કરવાથી તેનો આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે. આવી સ્થિતિમાં, તેને ચૂપ કરાવવા જરૂરી નથી, પરંતુ તેની સાથે કેવી રીતે વાતચીત કરવી તે શીખવાડવાની જરૂર છે. જો કે, બાળક અજાણતાં સત્ય બોલી રહ્યો છે, તો તે ફક્ત સામાજિક કૌશલ્યનો અભાવ છે. સારા સમાચાર એ છે કે આને 10 થી 12 વર્ષની વય વચ્ચે સરળતાથી બાળકને સુધારી શકાય છે.

બાળકને શીખવો કે સાચું બોલવું સારું છે, પરંતુ તે જ સમયે તે જ સાચું હોવું જરૂરી નથી. “સાચું બોલો, મધુર બોલો. પણ એવું સત્ય ન બોલો જે બીજા હૃદયને દુઃખ પહોંચાડે.” બોલતા પહેલા થોભો અને વિચાર કરો, મારા બોલવાથી સામેવાળી વ્યક્તિની લાગણીઓને ઠેસ ન પહોંચે એ પણ સમજાવું એટલું જ અગત્યનું છે.

તમારા બાળકને તેના વિચારો વ્યક્ત કરતી વખતે નરમ અવાજે રહેવાનું શીખવો. તમારા શબ્દોને કાળજીપૂર્વક રાખી વાત કરો અને બીજી વ્યક્તિના દૃષ્ટિકોણ બાળકને શીખવો. તમે તમારો રોલ-પ્લે, વાર્તાઓ અને રોજિંદી બનતી નાની નાની ઘટનાઓ વિશે બાળક સાથે ચર્ચા કરો.

યાદ રાખો, તમારો ધ્યેય તેને બદલવાનો નથી, પરંતુ તેની નિખાલસતાને થોડી વધુ સંવેદનશીલ બનાવવાનો હેતુ છે. કેટલીક સરળ અને વ્યવહારુ ટિપ્સ પણ તેને આપો.

પેરેન્ટિંગ કેવી રીતે કરવું?

1. બાળકો સાથે ટાઈમ પસાર કરો, બાળકને મોંઘી વસ્તુઓ નહીં, પણ તમારો સમય આપો. રોજ ઓછામાં ઓછી 30 મિનિટ તેમની સાથે વાતચીત કરો.

2. બાળકને પ્રેમ અને શિસ્ત બંને શિખવાડવું જરૂરી, ખૂબ જ પ્રેમ કે ખૂબ કડક વલણ રાખવું બંને ખોટું છે. બાળક સાથે તાલમેલ રાખવું એજ સાચું પેરેન્ટિંગ છે.

3. બાળકોને સાંભળો, ઘણા માતા-પિતા માત્ર બોલે છે, સાંભળતા નથી. બાળક શું કહેવા માગે છે તે પણ આપણે સાંભળવું જરૂરી છે.

4. મોબાઈલ અને ટીવીનો વધુ પડતો ઉપયોગ બાળકોના મગજ અને વર્તન પર અસર કરે છે. દરરોજ મર્યાદિત સમય નક્કી કરો.

5. સારા સંસ્કાર શીખવો સત્ય બોલવું, મોટા લોકોનું માન જાળવવું, હળીમળીને રમવું અને બીજાને મદદ કરવાનું શીખવાડવું.

6. દબાણ નહીં કરવું, બાળકને પોતાના રસ મુજબ આગળ વધવા દો અને પ્રોત્સાહન આપો, બાળકને વધારે દબાણ આપવાથી તેને સ્ટ્રેસ વધી શકે છે.

7. બાળકને હેલ્ધી લાઈફસ્ટાઈલ શીખવો, પોષણ યુક્ત ખોરાક વિશે માહિતી આપો, રોજ રમવું અથવા રોજ કસરત કરવી અને પૂરતા પ્રમાણ ઊંઘ લેવી.

આજના સમયમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત:

  • સોશિયલ મીડિયા વધુ પડતો ઉપયોગ
  • માનસિક સ્વાસ્થ્ય
  • મિત્રોનું સર્કલ
  • સામાન્ય ભૂલો ટાળો
  • બાળકોને બીજા સાથે ન સરખાવવું
  • અપશબ્દ બોલવા અથવા મારવું
  • બાળક સામે ઝઘડો કરવો

સારા પેરેન્ટિંગનો અર્થ છે પ્રેમ, સમજણ અને માર્ગદર્શન છે, બાળકને “પરફેક્ટ” નહીં, પણ “ખુશ અને આત્મવિશ્વાસી” બનાવો.

ડોકટરોના જણાવ્યા મુજબ સ્ત્રીઓમાં થાઇરોઇડ કેન્સર થવાની શક્યતા પુરુષો કરતાં ચાર ગણી વધુ હોય છે. વધુ સમાચાર વાંચો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">