છેલ્લા 10 વર્ષથી રિપોર્ટિંગનો અનુભવ ધરાવે છે. હરિન માત્રાવાડિયાએ સૌરાષ્ટ્રમાં આવેલા અનેક મહાનુભાવો, સંતો, ફિલ્મ સ્ટાર, ક્રિકેટરો, રાજનેતાઓ સાથે જોડાયેલા સમાચારો અને એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ લીધા છે. હાલ અમદાવાદમાં સિનિયર રિપોર્ટર તરીકે ફરજ નિભાવે છે. રાજ્યની તપાસ એજન્સીઓની કામગીરી પર તેઓની સતત નજર રહે છે.
Breaking News : અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત, જુઓ Video
અમદાવાદના બાવળા તાલુકાના ઢેઢાળ ગામમાં આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં હૃદયદ્રાવક ઘટના બની છે. શ્રી કેમિકલ કંપનીમાં કામ કરતા બે શ્રમિકો ટેન્કની સફાઈ માટે ઉતર્યા હતા, પરંતુ ઝેરી વાયુના પ્રભાવથી ગૂંગળાઈ જતાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા.
- Harin Matravadia
- Updated on: Mar 27, 2025
- 7:23 pm
અમદાવાદે આવી જ રીતે ગભરાઈને રહેવાનું છે ! વસ્ત્રાલ ગેંગવોરનો ભોગ બન્યા નિર્દોષ લોકો, 14ની ધરપકડ બાદ રિકન્સ્ટ્રક્શન
અમદાવાદના વસ્ત્રાલમાં હોળીની સાંજે ગેંગ ફાઇટના કારણે હિંસક ઘટના બની. પંકજ અને સંગ્રામ નામના લોકોની ટોળકીઓ વચ્ચે અથડામણ થતાં નિર્દોષ લોકોને પણ ઈજા થઈ. દુકાનો અને વાહનોને નુકસાન પહોંચ્યું. પોલીસે ૧૪ લોકોની ધરપકડ કરી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.
- Harin Matravadia
- Updated on: Mar 14, 2025
- 4:08 pm
Video : ગાંધીનગરમાં ગુજરાતનું સૌથી ઊંચું અને ભવ્ય હોળીકા દહન, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર
રાજ્યભરમાં હોળીની ઉજવણીનો આનંદ છવાયો છે. ગાંધીનગરના પાલજ ગામમાં 35 ફૂટ ઉંચી ભવ્ય હોળી પ્રગટાવવામાં આવી. 700 વર્ષથી ચાલતી આ પરંપરામાં હજારો લોકો ભાગ લે છે.
- Harin Matravadia
- Updated on: Mar 13, 2025
- 11:41 pm
અમદાવાદના પોષ વિસ્તારોમાંથી આ આરોપી કરતો હતો બાઇક ચોરી, પોલીસ સામે કબૂલાતમાં થયો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદ પોલીસે એક રીઢા બાઈક ચોરની ધરપકડ કરી છે. આ બાઈક ચોર મુળ રાજસ્થાનનો છે અને છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં રહે છે. આ બાઈક ચોર અલગ પ્રકારની ટેકનીકથી ગણતરીની મિનિટોમાં વાહન ચોરી કરતો હતો. પોલીસે વાહન ચોરની પૂછપરછ કરતા એક, બે કે ત્રણ નહીં પરંતુ 32 જેટલા વાહનો કબજે કર્યા છે. વાહન ચોરે પોલીસ પાસે જે પણ કબુલાત આપી છે તેને લઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી.
- Harin Matravadia
- Updated on: Mar 13, 2025
- 5:48 pm
રીલ બનાવવા માટે રિયલ લાઈફ જોખમમાં, અમદાવાદ ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી, જુઓ CCTV Video
અમદાવાદની ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી, CCTV આ સમગ્ર ઘટનાના સામે આવ્યા છે. રીલ બનાવવાના શોખમાં ત્રણ યુવકો કેનાલમાં ડૂબતા લાપતા, ફાયર બ્રિગેડ-પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું.
- Harin Matravadia
- Updated on: Mar 5, 2025
- 11:31 pm
ચેમ્પ્યિન્સ ટ્રોફી દરમિયાન બેટીંગ કૌભાંડ: સાયબર ગઠિયાએ એપ્લિકેશન થકી ટીમ બનાવી રોકાણકારને લગાવ્યો 17 લાખનો ચુનો
આધુનિક યુગમાં જાણે કે જુગાર અને સટ્ટો પણ ઓનલાઇન થઈ ગયો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે છેલ્લા થોડા સમયથી અલગ અલગ એપ્લિકેશનઓના માધ્યમથી ક્રિકેટ સિરીઝ દરમિયાન પ્લેયર સિલેક્ટ કરી ટીમ બનાવી તેના દ્વારા પૈસા લગાડવામાં આવતા હોય છે. દેશમાં મોટાભાગના યુવાનો અલગ અલગ એપ્લિકેશનથી પોતાનું એકાઉન્ટ ખોલી તેમાં રૂપિયા એડ કરી પોતાના મનપસંદ ખેલાડીઓને ટીમ બનાવી રૂપિયા કમાતા પણ હોય છે. યુવાનો ટૂંકા સમય ગાળામાં અને ટૂંકા રોકાણમાં જલ્દી નફો મેળવવા માટે આ પ્રકારના રસ્તાઓ અજમાવતા હોય છે, પરંતુ આવા ક્રિકેટપ્રેમીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
- Harin Matravadia
- Updated on: Mar 4, 2025
- 7:33 pm
Rajkot : પાયલ હોસ્પિટલના CCTV કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ઝડપાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર, જુઓ Video
અમદાવાદ સાયબર ક્રાઇમે પાયલ હોસ્પિટલ CCTV ફૂટેજ લીકકાંડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે.જેમાંથી 2 આરોપીઓ મહારાષ્ટ્રના વતની છે. ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં હતી.
- Harin Matravadia
- Updated on: Feb 25, 2025
- 9:53 am
Ahmedabad : સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં દારુબંધી વચ્ચે દારુની રેલમછેલ જોવા મળે છે. ત્યારે ફરી એક વાર અમદાવાદ માંથી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટ્રકમાં સાયકલની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. PCB ટીમની તપાસમાં ગોતા બ્રિજ પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે.
- Harin Matravadia
- Updated on: Feb 28, 2025
- 9:49 am
Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસ સજ્જ, સ્ટેડિયમ જવાનો રૂટ કરાયો ડાયવર્ટ, જુઓ Video
અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. જેના પગલે અમદાવાદ સજ્જ છે. કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા છે.
- Harin Matravadia
- Updated on: Jan 25, 2025
- 10:57 am
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનના માસ્ટરમાઈન્ડ ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ, પત્નીની સારવાર કરાવવા આવ્યો હતો અમદાવાદ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશન અને PMJAY કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની એરપોર્ટથી પર ધરપકડ કરાઈ છે. હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ આ મામલો સામે આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ કાર્તિક પટેલની પૂછપરછ કરી રહી છે. કાર્તિકની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
- Harin Matravadia
- Updated on: Jan 22, 2025
- 2:37 pm
અમદાવાદમાં જ્વેલર્સમાં થયેલી 73 લાખની લૂંટના લૂંટારૂઓની ધરપકડ, આ મજબૂત કડી દ્વારા પોલીસને મળ્યુ આરોપીઓનુ પગેરુ
અમદાવાદના સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. લૂંટને અંજામ આપ્યા બાદ પોલીસ આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી અને આરોપીઓ કઈ પ્રકારે, ક્યાં નાસી ગયા હતા. જોઈએ લૂંટ પાછળની અસલી કહાની.
- Harin Matravadia
- Updated on: Jan 17, 2025
- 2:01 pm
Ahmdedabad: બોપલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરોની દાદાગીરી, મહિલા શ્રમિક સાથે છેડતી બાદ તેના પતિ અને મિત્રને માર્યો માર, પોલીસ પર પણ કર્યો હુમલો
અમદાવાદમાં બોપલમાં કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. એક મજૂર મહિલાને છેડતી બાદ મહિલાના પતિ અને તેના મિત્રને અન્ય મજૂરો દ્વારા માર મારવામાં આવ્યો. ફરિયાદ લખવા ગયેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો. પોલીસે 112 લોકોની અટકાયત કરી. સમગ્ર મામલે બોપલ પોલીસે છેડતી અને રાયોટિંગને લઈને 3 ફરિયાદ નોંધીને 112 લોકોની અટકાયત કરી. જેમાંથી છેડતી અને પોલીસ પર હુમલો કરનાર સાઇટ સુપરવાઈઝર સહિત 16 લોકોની ધરપકડ કરી.
- Harin Matravadia
- Updated on: Jan 7, 2025
- 2:01 pm