AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પોલીસ

ગુજરાત પોલીસ

ગુજરાત પોલીસ રાજ્યની સુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થાનું સંચાલન કરતી મહત્વપૂર્ણ સંસ્થા છે. તેનું મુખ્ય ધ્યેય ગુનાઓને રોકવું, ગુનેગારોને પકડી ન્યાય સુધી પહોંચાડવું અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જાળવી રાખવાનું છે. ગુજરાત પોલીસ આધુનિક ટેક્નોલોજી, CCTV નેટવર્ક અને સાઇબર સેલ જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને ગુનાઓની અસરકારક રીતે તપાસ કરે છે. રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ મથકો કાર્યરત છે, જે લોકોની સેવા અને સુરક્ષા માટે 24 કલાક સક્રિય રહે છે. “સેવા પહેલાં સુરક્ષા” ગુજરાત પોલીસનુો મંત્ર છે, જે તેના કાર્યમાં સ્પષ્ટ દેખાય છે.

Read More

કાયદાનો રક્ષક જ ભાન ભૂલ્યો ! દારૂના વેપારમાં પોલીસકર્મીએ હાથ મિલાવ્યો, કોન્સ્ટેબલ સહિત પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા – જુઓ Video

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વે દારૂના મોટા વેપલાનો પર્દાફાશ થયો છે. ગુજરાત પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતી ગેંગ પર કાર્યવાહી કરી છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી પણ સામે આવી છે.

વાહ, માતૃત્વ હોય તો આવું ! ત્યજી દેવાયેલી દીકરીનું સુરત પોલીસે ‘હસતી’ નામ સાથે કર્યું નામકરણ, છલકાઈ ‘પોલીસની મમતા’

સુરત શહેરમાંથી માનવતા અને સંવેદનાનો એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. દેલાડવા તળાવ પાસે એક દિવસની નવજાત દીકરીને કોઈ અજાણ્યા વ્યક્તિએ ત્યજી દીધી હતી. બાળકી અંગેની માહિતી મળતાં જ ડીંડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચેલી પોલીસ ટીમને બાળકીને હસતી હાલતમાં જોઈને સૌના દિલ પીઘળી ગયા હતા.

Breaking News : બનાસકાંઠા કલેક્ટર કચેરીને મળી RDX વિસ્ફોટથી ઉડાવવાની ધમકી, જુઓ Video

બનાસકાંઠા કલેક્ટર કચેરીને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ભારે ખળભળાટ મચી ગયો છે. કચેરીના અલગ-અલગ સ્થળોએ 6 બોમ્બ હોવાનો ઉલ્લેખ હતો.

જામનગર : કાલાવડ શહેરમાં દારૂબંધીના લીરેલીરા, પોલીસની કામગીરી પર સવાલ

જામનગરના કાલાવડ શહેરમાં મીઠી વાડી વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ દ્રશ્યોનો વીડિયો વાયરલ થતાં કાલાવડ ટાઉન પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસ બુટલેગરોને છાવરી રહી હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.

Bharuch : પરણિત પ્રેમિકાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનારને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર બળાત્કાર ગુજારવાના ગંભીર મામલે દાખલારૂપ અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે પરણિત પ્રેમિકાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનાર આરોપી અલ્તાફહુસેન અબ્દુલ રહેમાન દીવાનને આજીવન કેદની સજા ફટકારી છે.

સાબરમતીની એ.બી. ફોર્ચ્યુન હોટલમાં દારૂની મહેફીલનો પર્દાફાશ, થર્ટી ફર્સ્ટ ઉજવતા 9 નબીરાઓ ઝડપાયા

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન એ.બી. ફોર્ચ્યુન હોટલમાં ચાલી રહેલી દારૂની મહેફીલનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો. પોલીસે 9 નબીરાઓની ધરપકડ કરી અને ₹1.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃ MLA હિરા સોલંકીની રજૂઆતને પગલે PI ની બદલી, પોલીસે 8 આરોપી પાસે કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રકશન

રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ હુમલાનો ભોગ બનનારની રૂબરુ મુલાકાત કર્યા બાદ, મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, જે પ્રકારે હુમલો થયો અને તેને માર મારતો વીડિયો બનાવવામાં આવ્યો તે સમગ્ર ઘટના શંકા પ્રેરે છે. માર મારતા હોવાનો વીડિયો બનાવીને આરોપીઓ શું સાબિત કરવા માગે છે, શું તેઓ આ પથંકમાં કોઈ દહેશત ફેલાવવા ઈચ્છે છે. વીડિયો બનાવતી વખતે માર મારનારાઓ કોની સાથે મોબાઈલમા વાત કરતા હતા તેની પણ પોલીસે તપાસ કરવી જોઈએ.

Breaking News: નવા વર્ષે ગુજરાતના 14 જેટલા IAS-IPS અધિકારીઓને પ્રમોશનની ભેટ, ગ્રેડ-પેમાં પણ કર્યો વધારો

નવા વર્ષની પહેલી જ સવાર રાજ્યના IAS તથા IPS અધિકારીઓ માટે ખુશખબર લઈને આવી છે. ગુજરાત સરકારે IAS અને IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ જાહેર કરાયા છે. આ આદેશ મુજબ એકસાથે 14 IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે મુંબઈનો ડ્રગ્સ પેડલર ઝડપાયો, 77 હજારના MDMA ડ્રગ્સ જપ્ત, જુઓ Video

અમદાવાદ પોલીસે 31 ડિસેમ્બરે મોટી કાર્યવાહી કરી મુંબઈના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. જમાલપુરમાંથી 7.710 ગ્રામ MDMA ડ્રગ્સ સાથે તેની ધરપકડ થઈ. આ ડ્રગ્સની કિંમત રૂ. 77 હજાર છે.

Breaking News : ડૉ. કે.એલ.એન. રાવને બનાવાયા ગુજરાતના ઇન્ચાર્જ DGP, વિકાસ સહાય થયા નિવૃત્ત

ગુજરાતના DGP વિકાસ સહાયની નિવૃત્તિ બાદ, ડૉ. કે.એલ.એન. રાવને રાજ્યના ઈન્ચાર્જ DGP બનાવાયા છે. હાલ તેઓ CID ક્રાઈમના વડા છે અને 1992 બેચના IPS અધિકારી છે. નિવૃત્તિને 22 મહિના બાકી છે ત્યારે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે.

થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા, શહેરભરમાં કડક ચેકિંગ

નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે મેગા એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. ક્લબ, પાર્ટી પ્લોટ અને રસ્તાઓ પર કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું.

31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસનો એકશન પ્લાન, 9000થી વધુનો કાફલો રહેશે તહેનાત, 63 નાકાબંધી પોઇન્ટ પર કરાશે ચેકિંગ

આવતીકાલ 31મી ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે અમદાવાદના શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના એસ.જી.રોડ, સી.જી. રોડ, સિંધુ ભવન રોડ જેવા પ્રાઈમ લોકેશન તથા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, ક્લબ જેવા સ્થળોએ યુવાનો એકત્રિત થઈ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. આ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ શહેર પોલીસે એકશન પ્લાન ઘડીને રોડમેપ તૈયાર કર્યો છે. જેમાં 9000થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે રહેશે.

Bharuch : એક્સપ્રેસ હાઈવે કનેક્ટિવિટી બાદ હાંસોટમાં દબાણો દૂર કરાયા – જુઓ Video

ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાંસોટમાં હવે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.

31St ની ઊજવણી પહેલા ગુજરાત પોલીસ એલર્ટ! 31 ડિસેમ્બરે દારૂ પાર્ટી રોકવા સરહદી જિલ્લામાં સઘન ચેકિંગ, જુઓ Video

31મી ડિસેમ્બરના ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી અને ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક બની છે. રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે નવા વર્ષના પહેલા દિવસે દારૂની તસ્કરી વધવાની આશંકાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ માટે ‘PRAMAN’ એપ લોન્ચ, ફરજ વ્યવસ્થામાં આવશે ડિજિટલ પારદર્શિતા

અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે ‘પ્રમાણ’ એપ લોન્ચ કરવામાં આવી છે, આ એપ્લિકેશનમાં એવી સુવિધાઓ છે જેના વડે ટ્રાફિક પોલીસની કામગીરી વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે.

g clip-path="url(#clip0_868_265)">