AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : અમદાવાદમાં હાઈ વૉલ્ટેજ ફાઇનલમાં 3 હજાર પોલીસકર્મી ખડેપગે તૈનાત, 7 PI, 91 PSI, હોમગાર્ડ સહિત 700 જવાનો રહેશે હાજર

અમદાવાદ શહેરમાં હાઈ વૉલ્ટેજ ફાઇનલ પહેલા પોલીસ કમિશનર જી એસ મલિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી. 8-DCP, 14-ACP સહીત 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી બંદોબસ્તમા રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2026 | 11:26 AM
Share

આજે ક્રિકેટ ચાહકો માટે ખાસ ડે છે કારણ કે, આજે ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 વર્લ્ડકપની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. અમદાવાદમાં ફાઈનલ મેચને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.શનિવારના રોજ પોલીસ કમિશનર જી એસ મલિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચ્યા હતા.ફાઈનલ પૂર્વે ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી.આ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ તૈનાત રહેશે.8-DCP, 14-ACP સહીત 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી બંદોબસ્તમા રહેશે. તો 256 સીસીટીવી કેમેરા, 102 ડોર ફ્રેમ મેટલ ડીટેક્ટર છે.

744 અધિકારી-કર્મીઓ તૈનાત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.સ્ટેડિયમમા BDDSની 4 ટીમ NDRFની એક ટીમ તૈનાત રહેશે.ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી-કર્મીઓ તૈનાત રહેશે.1 JCP, 3 DCP, 4 ACP, 11 પીઆઈ, 25 પીએસઆઇ હાજર રહેશે.પોલીસકર્મી, TRB અને હોમગાર્ડ સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે.

1 લાખ 10 હજારથી વધુ લોકો આવવાની શક્યતાઓ

સમીક્ષા બાદ અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકનું નિવેદન તેમણે કહ્યું કે,પોલીસ તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રથમવાર ગેટ નંબર એક પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે. 1 લાખ 10 હજારથી વધુ લોકો આવવાની શક્યતાઓ છે. પબ્લિકને અપીલ કરવામાં આવી છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, ચાહકો પોતાના વાહનોના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટથી સ્ટેડિયમ પહોંચે. મોડા સુધી બસો અને મેટ્રો ચાલુ રહેશે ટિકિટોની કાળા બજારી કરતા લોકો સામે કાર્યવાહી ચાલી રહી છે.હવે અમદાવાદમાં રમાનારા ટી20 વર્લ્ડકપની વાત કરીએ તો. ફાઈનલમાં ભારત પાસે ફરી ઈતિહાસ રચવાની તક હશે. જો ટીમ જીતી જાય છે તો 3 ટી20 વર્લ્ડકપ જીતનારી દુનિયાની પહેલી ટીમ બની જશે. ભારત સામે પડકાર સરળ નથી.

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">