Breaking T20 WC Semifinals: વાનખેડેમાં સંજુ સેમસનની ‘આતિશબાજી’: ઇંગ્લેન્ડ સામે પાવરપ્લેમાં ભારતે ઝૂડ્યા 67 રન, અભિષેક શર્મા સસ્તામાં આઉટ
સેમીફાઈનલના મોટા મંચ પર સંજુ સેમસને ઇંગ્લેન્ડના બોલરોની લાઇન-લેન્થ બગાડી દીધી છે. જોકે અભિષેક શર્મા વહેલો આઉટ થયો, પરંતુ સેમસન અને ઈશાન કિશનની તેજતર્રાર બેટિંગે ભારતને પાવરપ્લેમાં જ મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું છે. હેરી બ્રુક દ્વારા સેમસનનો કેચ છોડવો ઇંગ્લેન્ડને ભારે પડી રહ્યો છે.

ધમાકેદાર શરૂઆતમાં સંજુ સેમસને પહેલી જ ઓવરમાં જોફ્રા આર્ચરને આડે હાથ લીધો હતો. તેણે આર્ચરના ત્રીજા બોલ પર ચોગ્ગો અને ત્યારબાદના બોલ પર શાનદાર છગ્ગો ફટકારીને પોતાના તેવર સાફ કરી દીધા હતા.
અભિષેક શર્માની વિકેટ: બીજી ઓવરમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે સ્પિનનો દાવ ખેલ્યો અને વિલ જેક્સને બોલિંગ આપી. અભિષેકે બે ચોગ્ગા ફટકારી સારી શરૂઆત કરી હતી, પરંતુ ઓવરના છેલ્લા બોલ પર મોટો શોટ રમવાના ચક્રમાં તે કેચ આઉટ થયો હતો. તે માત્ર 9 રન બનાવી શક્યો હતો.
સેમસનને મળ્યું જીવનદાન: જ્યારે સેમસન 15 રન પર રમી રહ્યો હતો, ત્યારે કેપ્ટન હેરી બ્રુકે મિડ-ઓન પર તેનો એક સરળ કેચ છોડી દીધો હતો. આ ભૂલ ઇંગ્લેન્ડ માટે મોંઘી સાબિત થઈ રહી છે.
રનનો વરસાદ: જીવનદાન મળ્યા બાદ સેમસન વધુ આક્રમક બન્યો હતો. તેણે આર્ચર અને જેક્સ બંને સામે મોટા શોટ્સ રમ્યા. બીજી તરફથી ઈશાન કિશને પણ કેટલાક આકર્ષક ચોગ્ગા લગાવીને સ્કોરબોર્ડને ગતિ આપી હતી.
પાવરપ્લે સ્કોર: ભારતે 4.3 ઓવરમાં જ પોતાના 50 રન પૂરા કરી લીધા હતા. 6 ઓવરના અંતે ભારતનો સ્કોર 67/1 રહ્યો છે, જેમાં સંજુ સેમસન પોતાની અર્ધશતકની નજીક પહોંચી ગયો છે.
હાલ નો સ્કોર: સંજુ સેમસએ 64 રન 30 બોલ માં બનાવ્યા છે અને પટનારશીપમાં ઇશાન કિશન એમનું સાથ આપી રહ્યા છે એમનું સ્કોર હાલ માં 35 રન 16 બોલ માં બનાવ્યા છે.
