AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC Breaking News : પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના 8 નોમિનીઝ જાહેર, શું ભારતનો ‘એકલો વીર’ બાજી મારી જશે?

ICC દ્વારા ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 માટે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' ના નોમિનીઝની જાહેરાત કરવામાં આવી છે.

| Updated on: Mar 06, 2026 | 6:23 PM
Share
'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' ના આ ખિતાબ માટે કુલ 8 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ટીમ ઈન્ડિયાના માત્ર એક જ ખેલાડીનું નામ છે. નવાઈની વાત એ છે કે, ફાઇનલમાં પહોંચેલી ન્યુઝીલેન્ડની ટીમમાંથી પણ માત્ર 2 ખેલાડીઓને જ આ યાદીમાં સ્થાન મળ્યું છે.

1 / 10
જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવાર, 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એવામાં ચાલો જાણીએ કે, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે નોમિનેટ થયેલા ખેલાડીઓનું આ વર્લ્ડ કપમાં પ્રદર્શન કેવું રહ્યું છે.

2 / 10
વિલ જેક્સ (ઈંગ્લેન્ડ): ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર વિલ જેક્સે પોતાની ટીમને 8 માંથી 6 મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ટુર્નામેન્ટ દરમિયાન 4 વખત 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ જીત્યો છે. જેક્સે બેટિંગની સાથે-સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હોવાથી તેને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.

3 / 10
સાહિબઝાદા ફરહાન (પાકિસ્તાન): પાકિસ્તાન માટે આ વર્લ્ડ કપમાં સાહિબઝાદા ફરહાને બીજા બેટ્સમેનોની સરખામણીમાં શ્રેષ્ઠ બેટિંગ કરી છે. તેણે 6 ઇનિંગ્સમાં 383 રન બનાવીને T20 વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે એક જ વર્લ્ડ કપમાં બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બન્યો છે.

4 / 10
લુંગી એનગિડી (દક્ષિણ આફ્રિકા): દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડીએ ટીમને સેમીફાઈનલ સુધી પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું છે. તેણે 7 મેચમાં કુલ 12 વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું છે.

5 / 10
એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા): કેપ્ટન એડન માર્કરામ દક્ષિણ આફ્રિકા માટે સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તેણે 8 ઇનિંગ્સમાં 3 અડધી સદી સાથે 286 રન બનાવ્યા છે અને બોલિંગમાં પણ 1 વિકેટ ઝડપી છે.

6 / 10
રચિન રવિન્દ્ર (ન્યુઝીલેન્ડ): ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં બેટ અને બોલ બંનેથી મદદ કરી છે. તેણે 8 મેચમાં 11 વિકેટ ઝડપી છે અને 128 રન પણ બનાવ્યા છે. હવે ફાઈનલમાં પણ તે આવું જ પ્રદર્શન કરવા ઈચ્છશે.

7 / 10
શેડલી વેન શલ્કવિક (USA): ભલે USA ની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ પણ તેના ફાસ્ટ બોલર શેડલીએ માત્ર 4 મેચમાં જ સૌને પ્રભાવિત કર્યા છે. તેણે 6.80 ના ઇકોનોમી રેટથી 13 વિકેટ લીધી છે અને તે હાલમાં આ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

8 / 10
ટિમ સીફર્ટ (ન્યુઝીલેન્ડ): કિવી ટીમમાં ટિમ સીફર્ટનું યોગદાન મહત્વનું છે. તેણે સેમિફાઈનલ સુધીની 8 મેચમાં 45.66 ની એવરેજથી 274 રન બનાવ્યા છે. સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામેની તેની 58 રનની ઇનિંગ સૌથી નિર્ણાયક રહી હતી.

9 / 10
સંજૂ સેમસન (ભારત): સંજૂ સેમસને પોતાની બેટિંગથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે ભારતની છેલ્લી બે મેચમાં સતત અડધી સદી ફટકારીને 'પ્લેયર ઓફ ધ મેચ' ના એવોર્ડ જીત્યા છે. સુપર-8 માં વેસ્ટ ઈન્ડીઝ સામે 97* રન અને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 89 રનની આક્રમક ઇનિંગ રમી હતી. 4 મેચમાં 77.33 ની એવરેજથી 232 રન બનાવીને તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની રેસમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે.

10 / 10

T20 WC Breaking : ભારત-ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચની ટિકિટની કિંમત કેટલી છે ? જાણો બુકિંગથી લઈ સ્ટેડિયમમાં એન્ટ્રી સુધીની સંપૂર્ણ માહિતી

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન

અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ

ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video

મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ

બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video

અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર

સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED

ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા

g clip-path="url(#clip0_868_265)">