કાર લવર્સ માટે રાહતના સમાચાર ! નવી ગાડી ખરીદવી હોય તો થોડાંક દિવસ રાહ જુઓ, ખુશીના સમાચાર મળશે
સરકાર ટૂંક સમયમાં GST 2.0 લાવશે. સરળ રીતે કહીએ તો, GST સ્લેબમાં ફેરફાર થશે અને મધ્યમ વર્ગના લોકોને હાશકારો મળશે. જો કે, આ બધાની વચ્ચે ગાડીને લગતા એક રાહતના સમાચાર બહાર આવ્યા છે.
હાલમાં GST માળખામાં મોટા ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, GSTમાં 2 ટેક્સ સ્લેબ દૂર થવાની સંભાવના છે. આ સિવાય ફક્ત 5-7 વસ્તુઓ પર જ મહત્તમ 40% સુધીનું GST વસૂલવામાં આવશે.
વધુમાં જોવા જઈએ તો, જે લોકો ગાડી ખરીદવા માંગે છે તેમને પણ હવે રાહત મળશે. વાત એમ છે કે, હાલમાં ગાડી ખરીદવા પર 28% GST લાગે છે અને એમાંય 1% અથવા તો 3% CESS લગાડવામાં આવે છે. હવે જો GST 2.0 આવશે તો તે મુજબ ગાડીના ભાવ સસ્તા થઈ શકે છે.
બીજીબાજુ, EV (ઇલેક્ટ્રિક વાહન) પર 5% GST લાગે છે. EVનો સેલિંગ પોઈન્ટ એ જ છે કે, તેમાં 5% GST લાગે છે. હવે જો નાની ગાડીઓ પર લાગતો ટેક્સ ઘટશે તો EVનું માર્કેટ ઘટવાની સંભાવના છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
