WPL 2026 Auction : વુમન્સ પ્રીમિયર લીગ મેગા ઓક્શન ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ
WPL 2026 Auction : વુમન્સ પ્રીમિયર લીગ માટે મેગા ઓક્શન દિલ્હીમાં યોજાવાની છે. કુલ 277 ખેલાડીઓ ઓક્શન માટે ઉતરશે, જેમાં 194 ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે. જાણો WPL 2026 ઓક્શન લાઈવ ક્યારે અને ક્યાં જોવી.

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2026 ઓક્શન 27 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે. આ મેગા ઓક્શન બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ ઓક્શનમાં કુલ છ ટીમો 277 ખેલાડીઓ માટે બોલી લગાવશે. આ ખેલાડીઓમાં 194 ભારતીય અને 66 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. પાંચ ટીમોએ અગાઉ તેમના 16 ખેલાડીઓને રિટેન કર્યા છે.
WPL 2026 ઓક્શન ક્યારે થશે ?
વુમન્સ પ્રીમિયર લીગ 2026 નું ઓક્શન ગુરુવાર, 27 નવેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યાથી નવી દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાશે.
WPL 2026 ઓક્શન લાઈવ ક્યાં જોવી ?
WPL 2026 ઓક્શનનું લાઈવ પ્રસારણ JioHotstar અને મોબાઇલ એપ્લિકેશન્સ પર કરવામાં આવશે. આ ઇવેન્ટનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. ઇવેન્ટ કવરેજ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે, જ્યારે હરાજી બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. લાઇવ અપડેટ્સ સત્તાવાર WPL વેબસાઇટ પર પણ મળી શકે છે .
કઈ ટીમ પાસે કેટલા પૈસા છે?
યુપી વોરિયર્સ – 14.5 કરોડ
ગુજરાત જાયન્ટ્સ – 9 કરોડ રૂપિયા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ – 6.15 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ – 5.75 કરોડ
દિલ્હી કેપિટલ્સ – 5.70 કરોડ રૂપિયા
WPL 2026 ઓક્શનના નિયમો
દરેક ફ્રેન્ચાઇઝ વધુમાં વધુ 18 ખેલાડીઓની તેમે બનાવી શકે છે, જેમાં દરેક ટીમમાં ઓછામાં ઓછા 15 ખેલાડીઓનો સમાવેશ થાય છે.પાંચેય ટીમોમાં કુલ 73 જગ્યાઓ ખાલી છે, જેમાંથી 23 જગ્યાઓ વિદેશી ખેલાડીઓ માટે અનામત છે. પહેલીવાર, ટીમો તેમની 2025 ટીમમાંથી ખેલાડીઓને પાછા ખરીદવા માટે વધુમાં વધુ પાંચ રાઇટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરી શકશે. જે ફ્રેન્ચાઇઝીઓએ ઓછા ખેલાડીઓને જાળવી રાખ્યા છે તેમની પાસે હરાજીમાં વધુ RTM અને વધુ પૈસા હશે.
આ પણ વાંચો: ICC Rankings: આફ્રિકા સામે ODI શ્રેણી પહેલા રોહિત શર્મા ફરી એકવાર બન્યો નંબર 1 ODI બેટ્સમેન
