AA22xA6 : અલ્લુ અર્જુનની ફિલ્મના VFX પર થાય છે કરોડોનો ખર્ચ, આટલા બજેટમાં બોલિવુડની 5 ફિલ્મો બની જાય
AA22xA6 : અલ્લુ અર્જુન હાલમાં ડાયરેક્ટર એટલી સાથે પોતાની અપકમિંગ ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ હજુ સુધી ફાઈનલ થયું નથી પરંતુ આનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. હવે એટલીએ અલ્લુ અર્જૂનની આ ફિલ્મના VFX માટે કરોડો રુપિયાનું બજેટ સેટ કર્યું છે.

પુષ્પા 2 થી 1800થી વધુ કમાણી કર્યા બાદ અલ્લુ અર્જૂન પોતાની આગામી ફિલ્મની તૈયારીઓમાં વ્યસ્ત છે. સાઉથ સુપરસ્ટારનું સંપૂર્ણ ધ્યાન એટલીના ડાયરેક્શનમાં બની રહેલી AA22xA6 પર છે. આ શાનદાર ફિલ્મ ચર્ચામાં આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે, ફિલ્મના મેકર્સ માત્ર વિઝુઅલ ઈફેક્ટ એટલે કે,VFX પર 350 થી 400 કરોડ રુપિયાનો ખર્ચ કરી શકે છે. આ રીતે અલ્લુ અર્જૂન અને એટલીની આ ફિલ્મ ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા અનુસાર નિર્માતાના VFX પર આટલી મોટી રકમ ખર્ચ કરવા માટે ખુબ એક્સાઈટેડ છે.પ્રોડ્યુસર્સના ડાયરેક્ટર એટલીને ફિલ્મના બજેટ માટે સંપૂર્ણ છુટ આપી છે, આ ડિટેલ્સ સામે આવી ચૂકી છે પરંતુ મેકર્સ તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ કન્ફોર્મેશન આવવાનું બાકી છે.
View this post on Instagram
આમિર ખાનની આ ફિલ્મ 5 વખત બની શકે છે
આપણે જોવા જઈએ તો જેટલી કિંમત અલ્લુ અર્જૂનની નવી ફિલ્મના VFX પર ખર્ચ થવાની વાત કરવામાં આવી રહી છે. એટલામાં તો આમિર ખાનની 2000 કરોડની કમાણી કરનારી ફિલ્મ દંગલ 5-5 વખત બની શકે છે. દંગલ બનાવવા માટે મેકર્સે માત્ર 70 કરોડનો ખર્ચ થયો હતો. AA22xA6ને ભારતીય સિનેમામાં બનનારી સૌથી મોટ અવેટેડ પ્રોજેક્ટમાંથી એક માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ વિઝુઅલ ઈફેક્ટનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. જેને તૈયાર કરવામાં અનેક ઈન્ટરનેશનલ સ્ટુડિયો પણ સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મ વિશે વધુ જાણકારીની પુષ્ટિ થવાની હજુ બાકી છે. પરંતુ આશા છે કે, સિનેમૈટિક વેન્ચરમાં અલ્લુ અર્જુન અનેક પાત્રમાં જોવા મળશે. જેમાં એક એનિમેટેડ વર્ઝન પણ સામેલ છે.
હાલમાં મેકર્સે ખુલાસો કર્યો હતો કે, દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં મહ્તવની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કુલ 5 અલગ-અલગ અભિનેત્રીઓ સામેલ થવાની પણ આશા છે. જેમાં જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર જેવી અભિનેત્રીઓના નામ પણ ચર્ચામાં છે. આ મોટી ફિલ્મને પૈરલલ યૂનિવર્સ કહેવામાં આવી શકે છે. જેનું હાલમાં શૂટિંગ મુંબઈમાં થયું હતુ. જેના વીએફેકસનું કામ પણ સામેલ હતુ.