Highest Paid Actresses : સૌથી વધુ કમાણી કરતી 8 અભિનેત્રીઓ, 4 ની ઉંમર તો 40 ને પાર, જુઓ Photos
આજના સમયમાં ભારતીય સિનેમામાં અભિનેત્રીઓ પણ અભિનેતાઓ જેટલી જ મોટી ફી લેતી થઈ ગઈ છે. બોલિવૂડ તેમજ દક્ષિણ ભારતીય સિનેમાની અનેક અભિનેત્રીઓ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. આજે અમે તમને ભારતની 8 સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમાંથી ચાર અભિનેત્રીઓ 40 વર્ષથી વધુ ઉંમરની છે.

બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના અનેક અભિનેતાઓ એક ફિલ્મ માટે 50થી 200 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. પરંતુ અભિનેત્રીઓ પણ હવે પાછળ નથી. તેમની લોકપ્રિયતા, સ્ટાર પાવર અને બોક્સ ઓફિસ સફળતાને કારણે તેઓ પ્રતિ ફિલ્મ નોંધપાત્ર રકમ વસૂલે છે.

પ્રિયંકા ચોપરા : દક્ષિણ ભારતીય સિનેમાથી અભિનયની શરૂઆત કરનાર 43 વર્ષીય પ્રિયંકા ચોપરાએ બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની મજબૂત ઓળખ બનાવી છે. અહેવાલો અનુસાર, પ્રિયંકા ચોપરા એક ફિલ્મ માટે 30થી 40 કરોડ રૂપિયા સુધીની ફી લે છે.

રશ્મિકા મંદાના : દક્ષિણ ભારતીય સિનેમા સાથે સાથે બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવનાર રશ્મિકા મંદાના ઝડપથી આગળ વધી રહી છે. તે પ્રતિ ફિલ્મ 10થી 12 કરોડ રૂપિયા ફી લે છે.

કરીના કપૂર ખાન : 45 વર્ષની કરીના કપૂર ખાન સતત ફિલ્મોમાં કામ કરી રહી છે. તે આગામી ફિલ્મ ‘દયારા’માં જોવા મળશે. કરીના એક ફિલ્મ માટે 10થી 20 કરોડ રૂપિયા સુધીની ફી લે છે.

દીપિકા પાદુકોણ : હાલમાં જ 40મો જન્મદિવસ ઉજવનારી દીપિકા પાદુકોણ આજની સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે છે. દીપિકા એક ફિલ્મ માટે 20થી 30 કરોડ રૂપિયા ફી લે છે.

કેટરિના કૈફ : 42 વર્ષીય કેટરિના કૈફ લાંબા સમયથી કોઈ નવી ફિલ્મમાં જોવા મળી નથી, છતાં તે હજુ પણ સૌથી મોંઘી અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે. એક ફિલ્મ માટે તેની ફી અંદાજે 10થી 14 કરોડ રૂપિયા હોય છે.

આલિયા ભટ્ટ : આલિયા ભટ્ટ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી છે. 2026માં રિલીઝ થનારી ‘આલ્ફા’ અને ‘લવ એન્ડ વોર’ જેવી ફિલ્મોમાં જોવા મળનારી આલિયા પ્રતિ ફિલ્મ 25થી 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

કંગના રનૌત : પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત પણ આ યાદીમાં સામેલ છે. અહેવાલો મુજબ, તે પ્રતિ ફિલ્મ 15થી 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કંગના હાલમાં ફિલ્મોની સાથે રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે.

કૃતિ સેનન : કૃતિ સેનન છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી હિન્દી સિનેમામાં સક્રિય છે. તેની સતત સફળ ફિલ્મોને કારણે તેની માંગ વધી છે. કૃતિ પ્રતિ ફિલ્મ 8થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
અક્ષય કુમારને પોતાને જ નથી ખબર કે તેના પિતા કોણ હતા? અલગ અલગ ઇન્ટરવ્યુના વીડિયો થયા વાયરલ
