AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એલ મેન્ચોની મોત બાદ મેક્સિકોમાં અરાજકતા! ફિફા વર્લ્ડ કપના આયોજન પર જોખમ? ફ્લાઈટ્સ રદ અને વર્લ્ડ કપ મેચો ખસેડવાની ચર્ચા

કુખ્યાત ડ્રગ કાર્ટેલ CJNG ના સરગના 'એલ મેન્ચો' ના સૈન્ય કાર્યવાહીમાં મોતના સમાચાર બાદ મેક્સિકોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઠેર-ઠેર હિંસા, આગજની અને હાઈવે બ્લોક થવાની ઘટનાઓ વચ્ચે હવે વિશ્વના સૌથી મોટા રમત મહોત્સવ ફિફા વર્લ્ડ કપ 2026 ના આયોજન પર જોખમના વાદળો ઘેરાયા છે.

Breaking News: એલ મેન્ચોની મોત બાદ મેક્સિકોમાં અરાજકતા! ફિફા વર્લ્ડ કપના આયોજન પર જોખમ? ફ્લાઈટ્સ રદ અને વર્લ્ડ કપ મેચો ખસેડવાની ચર્ચા
| Updated on: Feb 23, 2026 | 9:22 PM
Share

મેક્સિકન ડ્રગ કિંગપિન નેમેસિયો ઓસેગુએરા, જે “એલ મેન્ચો” (El Mencho) તરીકે ઓળખાય છે, તેનું રવિવાર, 22 ફેબ્રુઆરીના રોજ મેક્સિકન પોલીસ સાથેની અથડામણમાં ઘાયલ થયા બાદ મોત થયું હતું. આ અથડામણમાં કાર્ટેલના બીજા 6 સભ્યો પણ માર્યા ગયા હતા.

શું ફિફા (FIFA) 2026 વર્લ્ડ કપ બીજે ખસેડવામાં આવશે?

આ સમાચાર બાદ, વાહનોને સળગાવવામાં આવ્યા હતા અને નકાબપોશ બંદૂકધારીઓએ ઘણા રાજ્યોમાં હાઈવે બ્લોક કરી દીધા હતા. એવામાં આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે સવાલ એ છે કે, શું ફિફા (FIFA) 2026 વર્લ્ડ કપના આયોજનને મેક્સિકોથી ક્યાંક બીજે ખસેડવામાં આવશે?

આ વર્ષનો વર્લ્ડ કપ જૂન મહિનામાં શરૂ થઈ રહ્યો છે, જે ડ્રગ તસ્કર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનના થોડા મહિના પહેલાનો સમય છે. આ મેચો અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાવાની હતી પરંતુ હિંસા ફાટી નીકળ્યા પછી હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે, આયોજન સ્થળમાં ફેરફાર થઈ શકે છે.

X પર પોસ્ટ વાયરલ

એક વ્યક્તિએ X પર લખ્યું, “વિશ્વસનીય માહિતી મળી રહી છે કે, આજે મેક્સિકોમાં વધતી અને ફેલાતી ગેંગ હિંસા પછી ‘ફિફા’ આગામી વર્લ્ડ કપની મેક્સિકો સ્થિત મેચોને અમેરિકા અને કેનેડાના બીજા સ્થળોએ ખસેડવા પર વિચાર કરી રહ્યું છે.” આ પોસ્ટને 3,00,000 થી વધુ વખત જોવામાં આવી છે.

રમતનું આયોજન થવાની શક્યતા છે પરંતુ મેક્સિકોમાં સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. કેટલાક શહેરોમાં પ્રવાસીઓ અને રહેવાસીઓને ઘરની અંદર રહેવા વિનંતી કરવામાં આવી છે, જ્યારે ટ્રક ચાલકોને હિંસા પર નિયંત્રણ ન આવે ત્યાં સુધી પોતાના ડેપો પર પરત ફરવા માટે સુરક્ષિત માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

ફ્લાઈટ્સ રદ અને સ્થિતિ ગંભીર

એર કેનેડા, યુનાઈટેડ એરલાઈન્સ અને એરોમેક્સિકો જેવી એરલાઈન્સે રવિવારે દરિયાકાંઠાના રિસોર્ટ શહેર પ્યુર્ટો વલ્લાર્ટા માટેની તેમની ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી. આ પહેલા, પ્રવાસીઓએ આગમાંથી નીકળતા ધુમાડાના ગોટાના વીડિયો બનાવ્યા હતા, કારણ કે એલ મેન્ચોના સમર્થકોએ તેની હત્યાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: “ભારતનું કંઈ નહીં બગડે…” ટ્રમ્પના 15% ટેરિફ બોંબ પર એક્સપર્ટે સમજાવ્યુ ગણિત

Follow Us
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">