અશ્વિની વૈષ્ણવ
અશ્વિની વૈષ્ણવ દેશના રેલવે મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભાના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સચિવ અને રહસ્ય સચિવપદે રહી ચૂક્યા છે. તે દરમિયાન તેઓ જે ભાજપના નેતાઓને મળ્યા હતા તેમાં એક નામ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ છે.
નરેન્દ્ર મોદી તેમના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આ જ કારણ હતું કે તેમના બીજા કાર્યકાળમાં તેમણે અશ્વિની વૈષ્ણવને રેલવે પ્રધાન બનાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવનો જન્મ 18 જુલાઈ 1970ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમનું સ્કૂલિંગ દિલ્હીમાં થયું, બાદમાં તેઓ જોધપુર ગયા.
અહીં 1992 માં, તેમણે MBM એન્જિનિયરિંગ કોલેજમાંથી B.Tech કર્યું, જ્યાં તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. આ પછી અશ્વિની વૈષ્ણવ IIT કાનપુરમાં જોડાયા અને અહીંથી M.Tech ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન તેમણે IAS ની પદવી મેળવી અને ઓડિશા કેડરના અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો. જોકે, 2008માં તેઓ સરકારી નોકરી છોડીને એમબીએનો અભ્યાસ કરવા અમેરિકા ગયા હતા.