વંદે ભારત એક્સપ્રેસ 180 કિમી/કલાકની સ્પીડે દોડી, પાણીનું એક ટીપું પણ ઢોળાયું નહીં, રેલમંત્રીએ Video શેર કર્યો
Vande Bharat : ભારતીય રેલવેની અદ્યતન ટેકનોલોજી દર્શાવવા માટે વંદે ભારત સ્લીપર પર એક અનોખું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન, વંદે ભારત ટ્રેનને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ગ્લાસમાંથી પાણીનું એક ટીપું પણ નીચે પડ્યું ન હતુ.

રેલવે દર વર્ષે નવી ટેકનોલોજી રજૂ કરીને મુસાફરોની મુસાફરી સુધારવાનો પ્રયાસ કરે છે. વંદે ભારત સ્લીપર ટ્રેન અને તેની અદ્યતન ટેકનોલોજી રેલ્વેની ટેકનોલોજીકલ પ્રગતિનો પુરાવો છે. આ વીડિયો વંદે ભારતનો છે. જેમાં કમિશ્રર રેલવે સેફ્ટીએ વંદે ભારત સ્લીપરમાં અનોખી ટ્રાયલ કરી હતી. જેમા પાણી ભરેલા ગ્લાસને રાખવામાં આવ્યો હતો. એક બાજુ ટ્રેનની સ્પીડ 180 સ્પીડ જોવા મળી રહી હતી. આ દરમિયાન પાણીના ગ્લાસમાંથી એક પાણીનું ટીપું પણ બહાર આવ્યું ન હતી. રેલવે વોર્ટર ટેસ્ટથી નવી જનરેશનની ટ્રેનની ટેકનીક ફીચર્સને જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વંદે ભારત સ્લીપર ટ્રેન પર આ ટ્રાયલ રાજસ્થાનના કોટા-નાગદા રેલ ખંડ પર થયું હતુ.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો શેર કર્યો
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વીડિયો શેર કરી લખ્યું આ બિલકુલ અલગ છે. રેલવેની સેફ્ટીને સમજવા માટે આ એક સંપૂર્ણપણે અલગ રીત છે. આ ટેસ્ટ નવી ટેકનોલોજી અને સલામતીને સમજાવવાનો પ્રયાસ કરે છે. વંદે ભારત ભારતીય રેલ્વે પણ સતત લોકોની પહેલી પસંદગી બની રહ્યું છે. હાઈ સ્પીડ ટ્રેનના આ જમાનામાં જ્યાં દરેક દેશ એક બાદ એક નવી સફળતાઓ મેળવી રહી છે. જેમાં ભારત પણ સતત વંદે ભારતથી સ્પીડ અને તેનો અનુભવને સુંદર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Vande Bharat Sleeper tested today by Commissioner Railway Safety. It ran at 180 kmph between Kota Nagda section. And our own water test demonstrated the technological features of this new generation train. pic.twitter.com/w0tE0Jcp2h
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 30, 2025
પાણીનું એક ટીપું પણ ઢોળાયું નહીં
ભારતીય રેલવે આ વર્ષે જાન્યુઆરીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનમાં આ પ્રકારનો અનોખો ટેસ્ટ કર્યો હતો. તે સમયે પણ 180 કિલોમીટરની સ્પીડથી વંદે ભારત સ્લીપર ટ્રેનને દોડાવી અને પાણીનો ગ્લાસ રાખવામાં આવ્યો હતો. આ વીડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યો છે. આ વીડિયો બનાવવાનો હેતુ રેલવે મંત્રીએ સમજાવ્યો છે. તેમણે કહ્યું કે, રેલવેનો હેતુ મુસાફરોને આરામદાયક સફર કરાવવાનો છે. જો 180 કિલોમીટરની સ્પીડથી ટ્રેનમાં પાણીનું એક ટીપું પણ પડે નહી તો સ્પષ્ટ છે કે, મુસાફરો ટ્રેનમાં કેટલી આરામદાયક મુસાફરી કરી શકે, આ ટ્રાયલને પૂર્ણ થયા બાદ રેલવે આ ટ્રેનને ફાઈનલ સર્ટિફિકેટ આપશે અને યાત્રિકોને આ સેવા આપવામાં આવશે.
