ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મહત્વની વાત એ છે કે આ મેચના ત્રીજા દિવસે સ્ટેડિયમમાં એવો નજારો જોવા મળ્યો હતો કે જે અત્યાર સુધી ટેસ્ટ મેચમાં જોવા મળ્યો નથી. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં IPL ના ચાહકો (IPL Fans) જોવા મળ્યા હતા. જ્યારે પુરૂષ ચાહકે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians Fan) અને મહિલા ચાહકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB Fan) ની જર્સી પહેરી હતી. આઈપીએલના આ ફેન્સની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Photo) થઈ રહી છે.
વર્ષ 2021 માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. સિરીઝની છેલ્લી મેચ કોરોનાને કારણે રમાઈ શકી ન હતી. તેથી તેને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. હવે આ ટેસ્ટ બર્મિંગહામમાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે આઈપીએલના ચાહકો મેદાન પર પહોંચ્યા હતા. આ ફેન મુંબઈ ઈન્ડિયન્સ અને RCB (Royal Challengers Bangalore) ને સપોર્ટ કરી રહ્યો હતો. IPL 2022 માં RCB ની ટીમ 14 માંથી 8 મેચ જ જીતી શક્યું હતું. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 14 માંથી માત્ર 4 મેચ જ જીતી શક્યું હતું.
Mumbai Indians and RCB fan at Edgbaston. pic.twitter.com/3o4MoaSYfg
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 3, 2022
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં ઓલઆઉટ થયા બાદ 416 રન બનાવ્યા હતા. ભારત માટે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ શાનદાર સદી ફટકારી હતી. રિષભ પંતે 111 બોલમાં 146 રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 194 બોલમાં 104 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને (James Anderson) શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. અત્યાર સુધી ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 284 રન બનાવ્યા છે.
મહત્વનું છે કે ઇંગ્લેન્ડે તેની પહેલી ઇનિંગમાં 284 રનનો મજબુત સ્કોર જોની બેયરસ્ટોના સહારે બનાવ્યો હતો. જોની બેયરસ્ટોએ પહેલી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કરતા 140 બોલમાં 106 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની એક સમયે 83 રનમાં 5 વિકેટ પડી ગઇ હતી. ત્યારે બાદ જોની બેયરસ્ટોએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.