ભારત રત્ન
ભારત રત્ન
ભારત રત્નએ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન ‘રાષ્ટ્રીય સેવા’ માટે આપવામાં આવે છે. આ સેવાઓમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા અને રમતગમતનો સમાવેશ થાય છે. આ સન્માન 2 જાન્યુઆરી 1954ના રોજ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.
આ મેડલની ડિઝાઈન બીજી વાર નવી બનાવવામાં આવી. તાંબામાંથી બનેલા પીપળના પાન પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય બનાવ્યો છે. જેની નીચે ચાંદીમાં “ભારત રત્ન” લખેલું છે અને શ્વેત પટ્ટી સાથે ગળામાં પહેરાવવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિ જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગના આધારે કોઈપણ ભેદભાવ વિના આ પુરસ્કાર માટે પાત્ર ગણી શકાય.