પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે પાલિકાનો એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો! જુઓ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની રહી છે. તંત્રએ ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે એરોમા સર્કલ પાસેના રસ્તા પહોળા કરવાનો એક્શન પ્લાન બનાવ્યો, પંરતુ જેનું અમલીકરણ ન થતા છેલ્લા એક માસથી વાહનચાલકો ભયના ઓથાર હેઠળ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2024 | 6:54 PM

પાલનપુરમાં તંત્રએ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્લાન ઘડ્યો પરંતુ આ પ્લાન જ લોકો માટે બન્યો છે માથાનો દુખાવો. વાત છે એરોમા સર્કલ આસપાસના રસ્તા પહોળા કરવાની કામગીરીની. તંત્રએ ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે એરોમા સર્કલ પાસેના રસ્તા પહોળા કરવાનો એક્શન પ્લાન બનાવ્યો, પંરતુ જેનું અમલીકરણ ન થતા છેલ્લા એક માસથી વાહનચાલકો ભયના ઓથાર હેઠળ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, છેલ્લા 1 માસથી અહીં ખાડા ખોદી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં ન કોઈ બેરિકેડ કે કોઈ અન્ય સેફ્ટી સાધનો પણ નથી મુકાયા. જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે. વધુમાં કહ્યું કે, આ પાલનપુરમાં અંદર આવાનો રસ્તો છે, અહીં કોઈ એટલો ટ્રાફિક નથી થતો કે રસ્તા પહોળા કરવાની જરૂર પડે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ રસ્તાની બાજુએ લાગી ગલ્લા વાળાના દબાણ કરેલા છે. જે હટાવવામાં આવતા નથી ત્યારે તંત્રની મીઠી નજર હેઠળ સમગ્ર ગેરકાયદે દબાણની છૂટ અપાઈ છે. ત્યારે લોકો પ્રથમ દબાણ હટાવાય અને રસ્તો બનાવવાની કામગીરી ઝડપથી કરવામાં આવે. તો આ મુદ્દે કલેક્ટરનું કહેવું છે કે, એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા દૂર થાય તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં ડાબી બાજુએ રસ્તા પહોળા કરાશે જેથી ટ્રાફિક સમસ્યા હલ થશે. આગામી બે માસમાં આ કામગીરી પૂરી થશે.

આ પણ વાંચો:  રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">