AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : જમ્યા પછી ક્યારેય ન ખાતા તરબૂચ, જાણો આ ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે

પોષક તત્વોથી ભરપૂર તરબૂચમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. આવી સ્થિતિમાં આ ફળ વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, તેને ખોટા સમયે અને ખોટી રીતે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ તરબૂચ ખાવાની સાચી રીત શું છે અને તરબૂચ કેવી રીતે ખાવું જોઈએ.

Health Tips : જમ્યા પછી ક્યારેય ન ખાતા તરબૂચ, જાણો આ ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે
what is the right time to eat watermelon
| Updated on: Apr 25, 2024 | 1:26 PM
Share

ઉનાળામાં આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ ભેજવાળી ઋતુમાં આપણા શરીરમાં પાણીની કમી થઈ જતી હોય છે, તેથી પાણી પીવા સિવાય ડોક્ટરો પણ પાણીયુક્ત ફળો ખાવાની સલાહ આપે છે. પાણીવાળા ફળોની વાત કરીએ તો આ સિઝનમાં તરબૂચનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે.

હેલ્થ એક્સપર્ટના મતે ઉનાળામાં દરેક વ્યક્તિએ તરબૂચ ખાવું જોઈએ. તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું તમે તરબૂચ ખાવાનો યોગ્ય સમય કયો છે તે જાણો છો ? જો તમે પણ ગમે તે સમયે તરબૂચ ખાઈ લો છો, તો તે તમારા પાંચન સંબંધી સમસ્યાઓ કરી શકે છે.

તરબૂચ ખાવાના આ છે ફાયદા

પોષક તત્વોથી ભરપૂર તરબૂચના ઘણા ફાયદા છે. ઉનાળામાં સાંધાના દુખાવાને ઓછો કરવામાં તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને થાક દૂર થાય છે. આ ઉપરાંત તેનું સેવન તમારા તણાવને ઘટાડવામાં પણ મદદ કરે છે. ઉપરાંત, એનિમિયાના કિસ્સામાં તેનો રસ તમારા માટે ફાયદાકારક છે.

તરબૂચ ખાવાની સાચી રીત કઈ છે?

  • તરબૂચ ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ.  આ ફળમાં 96% પાણી હોય છે, તેથી તેને ખાધા પછી તરત જ પાણી પીવાથી તમારા પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. આ ઉપરાંત પેટમાં ઈન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે.
  • તરબૂચ સાથે અન્ય કોઈપણ વસ્તુનું સેવન ન કરો. તેને અન્ય ખાદ્ય પદાર્થો સાથે ભેળવીને ખાવાથી એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
  • તરબૂચ ખરીદ્યા પછી તરત જ તેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. પહેલા તેને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને પછી ખાઓ.
  • તરબૂચને કાપીને તેને રેફ્રિજરેટરમાં સ્ટોર ન કરો, તે ફાયદાને બદલે નુકસાન કરશે.

તરબૂચ ખાવાનો યોગ્ય સમય કયો છે?

  • તમે સવારથી બપોર સુધી તરબૂચ ખાઈ શકો છો, આ સમય આ ફળના સેવન માટે યોગ્ય છે.
  • સવારે ખાલી પેટે તરબૂચ ખાઓ, તે તમારા પેટ માટે ફાયદાકારક છે.
  • તમે સવારે નાસ્તામાં તેનું સેવન કરી શકો છો.
  • રાત્રે તરબૂચ ખાવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ સાથે જો તમે જમતી વખતે કે જમ્યા પછી તરબૂચનું સેવન કરો છો તો તે પણ તમારા માટે હાનિકારક છે

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">