સામંથાએ પોતાના વેડિંગ ડ્રેસ સાથે એવું કર્યું કે લોકો વખાણ કરી રહ્યા છે, જુઓ વીડિયો
સાઉથની મશહુર અભિનેત્રી સામંથા હંમેશા ચર્ચાઓમાં રહેતી હોય છે. પોતાની ફેશન સ્ટાઈલના કારણે પણ લોકો તેને ખુબ પસંદ કરે છે. પોતાના નવા ડ્રેસના કારણે અભિનેત્રી ફરી એક વખત ચર્ચામાં આવી છે.
સાઉથની અભિનેત્રી સામંથા રુથ પ્રભુ સાઉથમાં એક મોટું નામ છે. તે પોતાની ફિલ્મો સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચાઓમાં રહી છે. હાલમાં તે પોતાના વેડિંગ ડ્રેસને લઈ ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ એક ડગલું આગળ ભરી ફેશન ઈન્ડસ્ટ્રીને એક મોટો સંદેશ આપ્યો છે. પોતાના લગ્નમાં પહેરેલા વેડિંગ ગાઉનને ફરી એક વખત ડિઝાઈન કરી ખુબ જ સુંદર બોડીકૉન ડ્રેસ બનાવ્યો છે. પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
જેમાં ડિઝાઈનર તેના વેડિંગ ગાઉનને કાળજીપૂર્વક રીતે એક નવી ડિઝાઈન આપી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું , હંમેશા નવી યાદો બનાવી શકાય છે. હંમેશા ચાલવા માટે નવા રસ્તાઓ ખુલી જાય છે.કહેવા માટે માત્ર નવી સ્ટોરી હોય છે.
View this post on Instagram
નવા ડ્રેસનો ફોટો શેર કર્યો
સામંથાએ લગ્નના ડ્રેસમાંથી બનાવેલી નવી ડિઝાઈનનો ડ્રેસનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ ફોટોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું આજે જે ડ્રેસ પહેર્યો છે, તે ક્રેશા બજાજે મારા લગ્નમાં પહેરેલા ગાઉનને નવી ડિઝાઈન આપી છે. કેટલાક લોકોને આ ખોટું લાગે છે. હું મારી આદતોને બદલવા અને લાઈફસ્ટાઈલને વધુ શાનદાર બનાવવા નવા પગલા લઉં છુ. હું તમને ખાતરી આપવા માંગુ છું કે મારા જૂના કપડાંને ફરીથી ડિઝાઇન કરવું એ એક પગલું છે જે હું જાણી જોઈને આ પગલું ભરી છું.
4 વર્ષ સુધી ટક્યા હતા લગ્ન
સામંથા અને સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્યાનો પ્રેમ સંબંધ ખુબ લાંબો ચાલ્યો નહિ. બંન્ને સ્ટારે 6 ઓક્ટોબર 2017ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. પરંતુ આ લગ્નજીવન લાંબુ ટક્યું નહિ, લગ્નના 4 વર્ષ બાદ બંન્ને અલગ થવાનો નિર્ણય લીધો હતો. હવે બંન્ને કલાકાર પોતાની મરજી મુજબનું જીવન જીવી આગળ વધી રહ્યા છે.સામંથા ‘સિટાડેલ’ના હિન્દી ભાષામાં અભિનેતા વરુણ ધવનની સામે જોવા મળશે.
આ પણ વાંચો : કરોડોની રુપિયાની માલિક પ્રિયંકા ચોપરાનો પરિવાર પુણેમાં ભાડે રહેશે, દર મહિને ચૂકવશે લાખો રુપિયા
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો