Success Story: ખેતર વેચીને શરૂ કરી કંપની, આજે કંપનીની વેલ્યું છે 5 હજાર કરોડને પાર, જાણો તે ગુજરાતી વિશે

આ કંપની દેશની બીજી સૌથી મોટી કંપની છે. આ કંપનીનો બિઝનેસ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલો છે. કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 5 હજાર છે. જેમાં 50 ટકાથી વધારે મહિલાઓ છે. ચંદુભાઈ વીરાણી તેના સ્થાપક છે. તેમણે વર્ષ 1982માં પોતાના ઘરના શેડમાં બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તે 5000 કરોડને પાર કરી ચુક્યો છે.

Success Story: ખેતર વેચીને શરૂ કરી કંપની, આજે કંપનીની વેલ્યું છે 5 હજાર કરોડને પાર, જાણો તે ગુજરાતી વિશે
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 2:45 PM

બાલાજી વેફર્સ એક પ્રખ્યાત નમકીન બ્રાન્ડ છે. આ કંપની ચિપ્સ અને સ્નેક્સનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે. તેનો બિઝનેસ ઘણા રાજ્યોમાં ફેલાયેલો છે. તેની શરૂઆત 10 હજાર રૂપિયાથી કરવામાં આવી હતી.

ચંદુભાઈ વિરાણીએ આ પૈસાથી ઘરે બનાવેલી ચિપ્સ બનાવવાની શરૂઆત કરી, જે લોકોને ખૂબ પસંદ પડી. ધીમે ધીમે ધંધો વધવા લાગ્યો. આજે આ કંપનીનું ટર્નઓવર હજારો કરોડમાં છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ચંદુભાઈએ 10માં પછી અભ્યાસ કર્યો ન હતો. તેમણે ઘર ચલાવવા માટે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે સિનેમાની કેન્ટીનમાં કામ કર્યું અને ફિલ્મોમાં પોસ્ટર પણ ચોંટાડ્યા હતા. એકવાર ભાડું ન ચૂકવવાને કારણે તેમને ભાડાનું મકાન ખાલી કરવું પડ્યું હતું. પરંતુ તેમણે હાર માની ન હતી.

ખેડૂત પરિવારમાંથી આવે છે ચંદુભાઈ વિરાણી

વર્ષ 1972માં ચંદુભાઈના પિતા રામજીભાઈ વીરાણી ખેડૂત હતા. તેમણે તેના ત્રણ પુત્રો મેઘજીભાઈ, ભીખુભાઈ અને ચંદુભાઈને 20 હજાર રૂપિયા આપ્યા. તે સમયે ચંદુભાઈ વિરાણી માત્ર 15 વર્ષના હતા અને તેમનો પરિવાર જામનગરના ધુન ધોરાજી ખાતે રહેતો હતો. તેમના મોટા ભાઈએ ખેતીમાં પૈસા રોક્યા. પરંતુ ખરાબ ચોમાસું અને દુષ્કાળના કારણે પાક બરબાદ થઈ ગયો હતો અને પૈસાનું નુકસાન થયું હતું. આ પછી ચંદુભાઈ રાજકોટ ગયા, જ્યારે સૌથી નાનો ભાઈ કનુભાઈ તેના માતા-પિતા અને બે બહેનો સાથે ત્યાં જ રહ્યા હતા.

આખા દેશથી 5 વર્ષ પહેલા આઝાદ થયું હતું ભારતનું આ ગામ
સુરતના સૌથી અમીર વ્યક્તિ કોણ છે?
આ છે દુનિયાની સૌથી હોટેસ્ટ વૈજ્ઞાનિક, જુઓ તસવીર
ઉનાળામાં વધુ પડતો બરફ ખાવાથી શું થાય ?
શરીરમાં કઈ વસ્તુઓની ઉણપને કારણે વાળ ખરે છે?
લોટ બાંધતી વખતે મિક્સ કરો આ સિક્રેટ વસ્તુ, ડબલ થઈ જશે રોટલીની તાકાત

આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો

પરિવાર આર્થિક સંકટમાં હતો. ચંદુભાઈ વિરાણીએ 10મા પછી ભણવાનું છોડી દીધું અને રોજગાર શોધવા લાગ્યા. ચંદુભાઈને એસ્ટ્રોન સિનેમામાં નોકરી મળી. તેનું કામ કેન્ટીનમાં કામ કરવાનું હતું. તેણે 90 રૂપિયાના માસિક પગારે ફિલ્મના પોસ્ટર ચોંટાડવા, ધ્યાન રાખવાનું અને સફાઈનું કામ કર્યું હતું. ચંદુભાઈએ રાત્રે સિનેમા હોલમાં ફાટેલી સીટો પણ રીપેર કરતા હતા. બદલામાં તેને ગુજરાતી નાસ્તો મળતો હતો.

ઘરનું ભાડું ભરવાના પૈસા નહોતા

ચંદુભાઈ વિરાણીનો પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. એકવાર એવું બન્યું કે તેમને પોતાના ઘરે છોડીને ભાગવું પડ્યું હતું. કારણ કે તેમની પાસે ભાડું ભરવા માટે 50 રૂપિયા નહોતા. જો કે, જ્યારે તેમની પાસે પૈસા આવ્યા ત્યારે તેણે મકાન માલિકને પૈસા ચૂકવ્યા હતા. વિરાણી બંધુઓનું કામ જોઈને સિનેમા હોલની કેન્ટીનના માલિકે તેમને મહિને 1000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ પછી ભાઈઓએ કેન્ટીનમાં સામાન વેચવાનું શરૂ કર્યું. તેમાં બટાકાની વેફર્સ પણ સામેલ હતી. પરંતુ બટાકાની વેફરના સપ્લાયર યોગ્ય રીતે કામ કરતા ન હતા. ઘણી વખત સપ્લાયરો બદલ્યા પછી ચંદુભાઈએ વિચાર્યું કે બટાકાની વેફર્સ પોતે કેમ ન બનાવવી જોઈએ?

પતરાના શેડમાં બટાકાની વેફર બનાવવાની શરૂઆત

ચંદુભાઈ વિરાણીએ વર્ષ 1982માં તેમના ઘરના પતરાના શેડમાં ચિપ્સ બનાવવાની શરૂઆત કરી હતી. આમાં તેમણે 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. કેન્ટીનમાં કામ કર્યા બાદ ચંદુભાઈ ચિપ્સ બનાવતા હતા. બટાકાની છાલ ઉતારવાનું અને કાપવાનું મશીન મોંઘું હતું, તેથી તેમણે 5000 રૂપિયામાં આવું જ મશીન બનાવ્યું. ઘણી વખત એવું બન્યું કે વેફર્સ તળનાર વ્યક્તિ કામ પર ન આવ્યો. જે બાદ ચંદુભાઈ રાત્રે વેફર તળતા હતા.

વર્ષ 1992માં ચંદુભાઈએ તેમના ભાઈઓ સાથે મળીને બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી. કંપનીનું નામ તેમના રૂમમાં રાખેલી ભગવાન હનુમાનજીની કાચની નાની પ્રતિમાથી પ્રેરિત છે. ચંદુભાઈએ ટૂંક સમયમાં 25-30 દુકાનોમાં વેફર સપ્લાય કરવાનું શરૂ કર્યું. વર્ષ 1984માં તેમણે બ્રાન્ડનું નામ બાલાજી નક્કી કર્યું. વર્ષ 1989માં ચંદુભાઈએ બેંકમાંથી 50 લાખની લોન લઈને રાજકોટમાં કારખાનું શરૂ કર્યું. તે સમયે આ ફેક્ટરી ગુજરાતમાં બટાકાની વેફરનો સૌથી મોટો પ્લાન્ટ હતો.

અનેક રાજ્યોમાં ફેલાયેલો છે બિઝનેસ

કંપનીનો બિઝનેસ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલો છે. કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 5 હજાર છે. જેમાં 2500 મહિલાઓ છે. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં 6 મુખ્ય વિતરકો, 700 ડીલરો અને 8 લાખથી વધુ દુકાનદારો છે. કંપનીના દેશભરમાં 4 પ્લાન્ટ છે. આજે કંપનીનું ટર્નઓવર 5000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

Hurun India Rich List 2020 એ અમીરોની યાદી જાહેર કરી હતી. તેમણે બાલાજી વેફર્સના ત્રણ માલિકોનો પણ સમાવેશ કર્યો હતો. જેમાં ચંદુભાઈ વિરાણી અને કાનજીભાઈ વિરાણી 2800 કરોડ અને ભીખાભાઈ વિરાણી 3300 કરોડના માલિક છે.

જાણો ચંદુભાઈ વિરાણી વિશે

નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સે પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને પણ પરેશાન કરી રહી છે. માલિક ચંદુભાઈ વિરાણીની મહેનતના કારણે આજે તેમની કંપનીએ 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. આમ છતાં તે જમીન સાથે જોડાયેલા રહ્યા છે. આજે પણ તેમના સ્વભાવમાં નમ્રતા છે. અબજોપતિ હોવા છતાં પણ તે પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે લગ્નોમાં ગરબા-રાસ રમવામાં અચકાતા નથી.

ચંદુભાઈ કહે છે કે હું મારા મિત્રોના સંપર્કમાં છું. નાનપણમાં, તે તેના મિત્રો સાથે નદી કિનારે રમવા માટે જતો અને ત્યાં ઝાડ પર ચડવાની શરત લગાવતો. આજે પણ જ્યારે તેમના મિત્રો રાજકોટ આવે છે ત્યારે તેમને મળ્યા વિના છોડતા નથી. ચંદુભાઈ તેમના મિત્રોના સ્થળોએ યોજાતા નાના-નાના કાર્યક્રમોમાં પણ પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. તે લગ્નોમાં રાસ-ગરબામાં પણ કોઈ સંકોચ વિના ભાગ લે છે. ગામમાં જે રીતે કાઠિયાવાડી રાસ રમાય છે તે જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થાય છે. ચંદુભાઈનો જન્મ જામનગરના કાલાવડના ધુણ-ધોરાજી ગામમાં થયો હતો.

આ પણ વાંચો: ગુજરાતનું એક એવું ગામ જ્યાં લાઈટબીલ આવતું નથી ! PM મોદી માટે આ ગામ કેમ છે ખાસ ?

Latest News Updates

ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">