AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 પૈસામાં દોડશે 1 કિમી ! આવી રહી છે શાનદાર ઇલેક્ટ્રિક બાઇક, આવતા અઠવાડિયે થશે લોન્ચ

ગ્રાહકો માટે આ ઈલેક્ટ્રિક બાઈકનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ બાઇકને કંપનીના ઓફલાઇન સ્ટોર્સ અથવા કંપનીની ઓફિશિયલ સાઇટ દ્વારા તમે ઘરે બેઠા પણ બુક કરાવી શકો છો. આ ઈલેક્ટ્રિક બાઇક બુક કરવા માટે તમારે એડવાન્સ પેટે અમુક રકમ ચૂકવવી પડશે.

25 પૈસામાં દોડશે 1 કિમી ! આવી રહી છે શાનદાર ઇલેક્ટ્રિક બાઇક, આવતા અઠવાડિયે થશે લોન્ચ
Okaya Disruptor
| Updated on: Apr 26, 2024 | 4:53 PM
Share

બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે ઓટો કંપનીઓ ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ નવા મોડલ લોન્ચ કરી રહી છે. Okaya EV તેની પ્રીમિયમ બ્રાન્ડ Ferrato હેઠળ આવતા અઠવાડિયે એટલે કે 2 મે 2024ના રોજ ભારતીય બજારમાં નવી ઈલેક્ટ્રિક બાઇક પણ લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચ પહેલા જ કંપનીએ આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલના ટોપ-સ્પીડ અને ટોર્ક જેવા ઘણા ખાસ ફીચર્સ અંગે માહિતી આપી છે.

ગ્રાહકો માટે Okaya Disruptorનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ બાઇકને કંપનીના ઓફલાઇન સ્ટોર્સ અથવા કંપનીની ઓફિશિયલ સાઇટ દ્વારા તમે ઘરે બેઠા પણ બુક કરાવી શકો છો. આ ઈલેક્ટ્રિક બાઇક બુક કરવા માટે તમારે એડવાન્સ પેટે તમારે અમુક રકમ ચૂકવવી પડશે.

Okaya Disruptorની બુકિંગ રકમ

કંપની એક શાનદાર બુકિંગ ઓફર લઈને આવી છે, કંપનીએ પ્રથમ 1000 ગ્રાહકોને માત્ર 500 રૂપિયા ચૂકવીને આ ઇલેક્ટ્રિક બાઇક બુક કરાવવાની સુવિધા આપી રહી છે. 1000 ગ્રાહકો પછી આ બાઇક બુક કરાવવા માટે 2500 રૂપિયાની બુકિંગ રકમ ચૂકવવી પડશે.

Okaya Disruptor બાઇકની રેન્જ

Okaya Disruptor બાઇકની રેન્જ વિશે વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક બાઇકમાં 3.97 kWh LFP બેટરી આપવામાં આવી શકે છે. આ બાઇકની બેટરી ફુલ ચાર્જ થવા પર 129 કિલોમીટર સુધીનું અંતર કાપશે. બીજી એક રસપ્રદ વાત સામે આવી છે, કે આ બાઇક ચલાવવાનો ખર્ચ ઘણો ઓછો છે, આ બાઇક ચલાવવા માટે પ્રતિ કિલોમીટરનો ખર્ચ માત્ર 25 પૈસા આવશે. ટોપ સ્પીડની વાત કરીએ તો કંપનીની ઓફિશિયલ સાઇટ પરથી જાણવા મળ્યું છે કે આ બાઇકની ટોપ સ્પીડ 95 kmph હશે.

ભારતમાં Okaya Disruptor કિંમત

Okayaની આ સ્ટાઇલિશ દેખાતી ઇલેક્ટ્રિક બાઇકની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. કંપની આ બાઇકની કિંમત 2 મેના રોજ લોન્ચ ઇવેન્ટ દરમિયાન જાહેર કરશે.

આ પણ વાંચો શું બુલેટ પ્રૂફ કાર મેળવવી ખરેખર મુશ્કેલ છે? ખરીદતા પહેલા ક્યાંથી મંજૂરી લેવી જરૂરી છે ? જાણો નિયમ

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">