રાશિફળ
જ્યોતિષ શાસ્ત્રનું હિંન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે. તારાઓના આ જૂથોને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યા છે. અને તમામ નક્ષત્રોને 12 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેને રાશિ કહેવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહ છે જેને આધારે રાશિ નક્કિ થાય છે. દરેક રાશિ પર એક ગ્રહનું શાસન હોય છે. સૂર્ય અને ચંદ્ર બંને એક રાશિના ગ્રહો માનવામાં આવે છે. પરંતુ ગુરુ, શુક્ર, શનિ, મંગળ, બુધ દરેક બે રાશિ પર શાસન કરે છે. આ જ્યોતિષ શાસ્ત્ર 12 રાશિ પર આધારીત છે, આ બાર રાશિ મેષથી લઇને મીન સુધી બાર ક્રમમાં આવે છે. દરેક રાશિનું પોતાનું આગવું મહત્વ છે.
દરેક રાશીના પોતાના નામ, ચિન્હ અને લાક્ષણિકતાઓ છે. ભારતમાં મોટાભાગે બાળકનું નામ રાશી મુજબ આવતા પ્રથમાક્ષરો પરથી પાડવાની પ્રથા છે. બળદ, સિંહ, ત્રાજવા, માછલી જેવા આકારોની કલ્પના કરીને બાર રાશિના નામ અપાયા છે.