6 મહિનામાં રોકાણકારોના નાણાં બમણાં કરનાર કંપની તરફથી આવ્યા એક અગત્યના સમાચાર, વાંચો વિગતવાર માહિતી અહેવાલમાં

મેંગેનીઝ અને આયર્ન ઓર મેન્યુફેક્ચરિંગ કંપની સંદુર મેંગેનીઝ એન્ડ આયર્ન ઓરે તેની અગત્યની યોજના જાહેર કરી છે. કંપનીએ કહ્યું છે કે તે Arjas Steel Pvt Ltd એટલે કે ASPL માં બહુમતી હિસ્સો ખરીદવા જઈ રહી છે જે દેશના ટોચના 5 સ્પેશિયાલિટી સ્ટીલ ઉત્પાદકોમાં સામેલ છે.

6 મહિનામાં રોકાણકારોના નાણાં બમણાં કરનાર કંપની તરફથી આવ્યા એક અગત્યના સમાચાર, વાંચો વિગતવાર માહિતી અહેવાલમાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2024 | 10:53 AM

મેંગેનીઝ અને આયર્ન ઓર મેન્યુફેક્ચરિંગ કંપની સંદુર મેંગેનીઝ એન્ડ આયર્ન ઓરે તેની અગત્યની યોજના જાહેર કરી છે. કંપનીએ કહ્યું છે કે તે અર્જસ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ASPL માં બહુમતી હિસ્સો ખરીદવા જઈ રહી છે જે દેશના ટોચના 5 સ્પેશિયાલિટી સ્ટીલ ઉત્પાદકોમાં સામેલ છે.

કંપનીએ માહિતી આપી છે કે ASPL મુખ્યત્વે ઓટો સેક્ટરની માંગને પૂરી કરે છે. આ સમાચારની અસર શુક્રવારના ટ્રેડિંગમાં સંદુર મેંગેનીઝના શેર પર નકારાત્મક જોવા મળી છે. આજે શુક્રવારે સવારે 10.30 વાગે કંપનીનો શેર 1 ટકા આસપાસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

1 સપ્તહમાં 17% રિટર્ન મળ્યું

બીએસઈ પરના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલેકે ગુરુવારે શેર નજીવા વધારા સાથે બંધ થયો હતો. આ શેર છેલ્લા કેટલાક સમયથી ઉપર તરફના ટ્રેન્ડમાં છે. છેલ્લા એક મહિનામાં સ્ટોકમાં 43 ટકાનો વધારો જોવા મળ્યો છે અને એક સપ્તાહમાં સ્ટોક 17 ટકા વધ્યો છે. 6 મહિનામાં શેરે રોકાણકારોના નાણાં બમણા કરતા વધુ કરી મજબૂત રિટર્ન આપ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું છે કે ગુરુવારે સાંજે મળેલી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ASPL સાથે શેર ખરીદી કરાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ હેઠળ, કંપની ASPLનો 80 ટકા હિસ્સો હસ્તગત કરશે અને તેનો વ્યવસાય હસ્તગત કરશે. આ સાથે, ASPLમાં લગભગ 19 ટકા હિસ્સો BAG હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ હસ્તગત કરવામાં આવશે, જે સંદુર મેંગેનીઝના પ્રમોટર છે.

અર્જસ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડને ખરીદવામાં આવશે

બજારને માહિતી આપતાં સંદુર મેંગેનીઝે જણાવ્યું હતું કે તે પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવા વ્યવસાયોની ખરીદી દ્વારા વૃદ્ધિને વેગ આપવા પર કામ કરી રહી છે. SAPLનું એક્વિઝિશન કંપનીની ભાવિ વૃદ્ધિની યોજનાઓ અનુસાર છે અને તેની મદદથી કંપની સ્ટીલ ક્ષેત્રમાં પોતાને વધુ મજબૂત બનાવવામાં સક્ષમ બનશે. કંપનીએ માહિતી આપી હતી કે વર્ષ 2022-23 માટે ASPLનું એકીકૃત ટર્નઓવર રૂ. 2876 કરોડ રહ્યું છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે ASPLનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય આશરે રૂપિયા 3000 કરોડ છે અને 80 ટકા હિસ્સો ખરીદવા માટેના સોદાની કિંમત આ આધારે પરસ્પર સંમત ભાવે હશે.

ડિસ્ક્લેમર : અહેવાલમાં આપવામાં આવેલી માહિતી એ શેરની સ્થિતિથી વાકેફ કરવાનો પ્રયાસ છે. આ સાથે અમે રોકાણ અંગે કોઈ સલાહ આપી નથી. શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન છે. આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">