IPL 2024 KKR vs PBKS: 261 રન પણ ઓછા પડ્યા, પંજાબ કિંગ્સે ઈતિહાસ રચ્યો, કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું

પંજાબ કિંગ્સે એવું કર્યું જે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેમના જ મેદાન 261 રનનો ટાર્ગેટ ચેઝ કરી પંજાબ કિંગ્સે ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ કોલકાતાએ આ સિઝનમાં ઘરઆંગણે તેની બીજી હારનો સામનો કરવો પડ્યો છે અને બંને વખત કોલકાતા રેકોર્ડ ચેઝને કારણે હારી ગયું છે. થોડા દિવસો પહેલા જ રાજસ્થાન રોયલ્સે કોલકાતાને 224 રનનો ટાર્ગેટ હાંસલ કરીને હરાવ્યો હતો,

IPL 2024 KKR vs PBKS: 261 રન પણ ઓછા પડ્યા, પંજાબ કિંગ્સે ઈતિહાસ રચ્યો, કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું
Jonny Bairstow
Follow Us:
| Updated on: Apr 26, 2024 | 11:55 PM

IPL 2024માં પહેલાથી જ ઘણા મોટા સ્કોર જોવા મળ્યા હતા, પરંતુ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આટલો મોટો સ્કોર બીજી ટીમ ક્યારેય સફળતાપૂર્વક હાંસલ કરશે. પંજાબ કિંગ્સે આ કમાલ કરી બતાવી. જોની બેયરસ્ટોની વિસ્ફોટક સદી અને શશાંક સિંહની વિસ્ફોટક ઈનિંગના આધારે પંજાબે 262 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો.

પંજાબ કિંગ્સે રચ્યો ઈતિહાસ

થોડા દિવસો પહેલા જ રાજસ્થાન રોયલ્સે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 224 રનનો ટાર્ગેટ હાંસલ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. IPLના ઈતિહાસમાં આ બીજો સૌથી સફળ રન ચેઝ હતો. ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આનાથી મોટા લક્ષ્યનો પણ સરળતાથી પીછો કરી શકાશે. કેટલીક મેચોમાં, ટીમો નજીક આવી હતી પરંતુ 262 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો હજુ પણ મુશ્કેલ કાર્ય જેવું લાગતું હતું. પંજાબે આ ખાટી ખીરને આસાનીથી ચાખી જ નહી પણ ગળી પણ લીધી. તે પણ માત્ર 2 વિકેટ ગુમાવી અને 8 બોલ પહેલા જ.

નારાયણ અને સોલ્ટની જોરદાર બેટિંગ

છેલ્લી સતત 4 મેચમાં હારેલા પંજાબ કિંગ્સનો વધુ એક પરાજય નિશ્ચિત જણાતો હતો. સુનીલ નારાયણ અને ફિલ સોલ્ટે જે રીતે બેટિંગ કરી તે જોઈને મેચનું પરિણામ નક્કી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. પંજાબના બેટ્સમેનોનું ફોર્મ તેનું મુખ્ય કારણ હતું. સોલ્ટ અને નારાયણે પ્રથમ વિકેટ માટે ઝડપી 138 રન બનાવ્યા હતા. જો કે બંનેને ત્રણ જીવનદાન મળ્યા હતા, પરંતુ બંનેએ તેનો પૂરેપૂરો લાભ લીધો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

261 રનનો વિશાળ ટાર્ગેટ

જો કે આન્દ્રે રસેલ, રિંકુ સિંહ અને વેંકટેશ અય્યર આ બંને જેટલી ઝડપી બેટિંગ કરી શક્યા નહોતા, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરે માત્ર 10 બોલમાં 28 રન બનાવ્યા અને ટીમને 261 રનના મોટા સ્કોર સુધી લઈ ગયા, જે આ મેદાન પરનો સૌથી મોટો સ્કોર હતો. આ સિઝનનો પાંચમો સર્વોચ્ચ સ્કોર હતો. આ સિઝન પહેલા, ઈડનમાં ક્યારેય 200 થી વધુના સ્કોરનો પીછો કરવામાં આવ્યો ન હતો પરંતુ રાજસ્થાને તેને તોડી નાખ્યો હતો, જ્યારે બેંગલુરુ નજીક આવ્યું હતું અને 1 રનથી ચૂકી ગયું હતું.

પ્રભાસિમરને એટેક શરૂ કર્યો

આ બધાને પાછળ છોડીને પંજાબે કંઈક એવું કર્યું જે IPLમાં ક્યારેય બન્યું ન હતું. આ ટીમે માત્ર IPLનો જ નહીં પરંતુ સમગ્ર T20 ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો. પ્રભસિમરન સિંહે (54 રન, 20 બોલ) તેની શરૂઆત કરી અને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને કોલકાતાને ટેન્શન આપ્યું. પ્રભાસિમરને છઠ્ઠી ઓવરમાં 24 રન બનાવ્યા હતા પરંતુ છેલ્લા બોલ પર તે રનઆઉટ થયો હતો. આ પછી, જવાબદારી બેરસ્ટોએ લીધી, જે આ સિઝનમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યો હતો અને 6 ઈનિંગ્સમાં માત્ર 96 રન બનાવી શક્યો હતો. આ વખતે બેયરસ્ટોએ માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારી હતી.

બેયરસ્ટો-શશાંકે અપાવી જીત

બેયરસ્ટોને રિલે રૂસોનો પણ થોડો ટેકો મળ્યો પરંતુ ખરો ચમત્કાર બેયરસ્ટોએ કર્યો, જેણે દરેકના મનમાં આશા જગાવી કે આજે ઈતિહાસ રચાશે. આ ડર KKRના ખેલાડીઓ અને ચાહકોના મનમાં પણ ઊભો થયો હશે, જે આખરે સાચો પડ્યો. બેયરસ્ટોએ માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી, જે તેની IPLમાં બીજી સદી હતી. જો કે, રિલે રૂસોને આઉટ કર્યા પછી, શશાંક સિંહે ચાર્જ સંભાળ્યો, જેણે આ સિઝનમાં પહેલેથી જ કમાલ કરી હતી. શશાંક (68 રન, 28 બોલ, 8 છગ્ગા, 2 ચોગ્ગા) આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગા મારવા લાગ્યો અને તેણે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. અંતે 19મી ઓવરના ચોથા બોલ પર શશાંકે 1 રન લઈને T20 ઈતિહાસનો સૌથી મોટો સફળ ચેઝ કરી બનાવ્યો. તે પણ 8 બોલ પહેલા.

આ પણ વાંચો : IPL 2024: બેયરસ્ટોએ KKRને હરાવ્યું, ધમાકેદાર સદી સાથે 6 મેચોની નિષ્ફળતાની કરી ભરપાઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">