“અમારી છોકરી છોકરાને લઈને ભાગી ગઈ” આરતી સિંહની અનોખી વિદાય પર ભાઈ કૃષ્ણાની કમેન્ટ, જુઓ Video
આરતી સિંહની વિદાયનો એક વીડિયો સામે આવ્યો છે. જે જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. આરતી સિંહની વિદાય અનોખી શૈલીમાં થઈ હતી અને તેના ભાઈ કૃષ્ણાએ તેમાં કોમેડી કમેન્ટ કરીને લોકોને હસવા મજબૂર કરી દીધા છે.
બિગ બોસ સીઝન 13 ની સ્પર્ધક આરતી સિંહે 25મી એપ્રિલે લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આરતી સિંહના લગ્નના અલગ-અલગ ફંક્શનની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા હતા. હવે આરતી સિંહની વિદાયનો એક વીડિયો સામે આવ્યો છે. જે જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. આરતી સિંહની વિદાય અનોખી શૈલીમાં થઈ હતી અને તેના ભાઈ કૃષ્ણાએ તેમાં કોમેડી કમેન્ટ કરીને લોકોને હસવા મજબૂર કરી દીધા છે.
આરતીની વિદાય અનોખી શૈલીમાં થઈ
આરતીની વિદાયનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં આરતી સિંહ કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી જોવા મળી રહી છે અને તેનો પતિ દીપક ચૌહાણ તેની બાજુમાં બેઠો છે. તે જ સમયે આરતીનો ભાઈ કૃષ્ણા અભિષેક વીડિયો બનાવતો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં વીડિયોમાં ક્રિષ્ના ફની કોમેન્ટ પણ કરે છે.
View this post on Instagram
આરતીની વિદાયમાં કૃષ્ણની કોમેડી
આરતી અને જીજાનો વિદાનો વીડિયો બનાવતા ક્રૃષ્ણા મજેદાર કમેન્ટ કરે છે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે આરતી ખુદ જાતે ડ્રાઈવ સીટ પર બેઠી છે અને ગાડી ચલાવી રહી છે. ત્યારે કૃષ્ણા તેના પર કમેન્ટ કરે છે કે અમારી છોકરી છોકરાને લઈને ભાગી ગઈ, પરિવારના સભ્યો રડી રહ્યા છે અને હું આનાથી ખૂબ જ દુઃખી છું. આ સાંભળીને વિદાયમાં રડતા લોકો પણ હસી પડે છે.
આરતી જાતે કાર ચલાવી સાસરિયે પહોંચી
આરતી સિંહ વિદાય દરમિયાન ખૂબ જ ભાવુક દેખાતી હતી. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. આરતી સિંહની વિદાયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભાવુક જોવા મળી રહી છે અને તે પોતે કાર ચલાવીને તેના સાસરિયે જવા માટે આરતીએ ખુદ જાતે ગાડી ડ્રાઈવ કરી હતી અને
તમને જણાવી દઈએ કે, આરતી સિંહ અને દીપક ચૌહાણના લગ્ન સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે સંપન્ન થયા હતા. લગ્નમાં આરતી લાલ રંગના ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે પતિ દીપક ચૌહાણ સફેદ શેરવાની પહેરેલ જોવા મળ્યો હતો. આરતી સિંહે રાઉન્ડ દરમિયાન ગુલાબી સાડી પહેરી હતી. આરતીના લગ્નમાં ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા ચહેરાઓએ હાજરી આપી હતી. તે જ સમયે તેના મામા ગોવિંદા પણ આરતી સિંહના લગ્નમાં ભાગ લેવા આવ્યા હતા.