AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: બેયરસ્ટોએ KKRને હરાવ્યું, ધમાકેદાર સદી સાથે 6 મેચોની નિષ્ફળતાની કરી ભરપાઈ

પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરસ્ટોએ KKR સામે જોરદાર સદી ફટકારી હતી. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આ સિઝનની આ ત્રીજી સદી છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના સુનીલ નારાયણ અને રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે આ જ મેદાનમાં સદી ફટકારી હતી. કોલકાતા તે મેચ હારી ગયું હતું. એકંદરે, આ IPL 2024ની 10મી સદી અને પંજાબ તરફથી પ્રથમ સદી છે.

IPL 2024: બેયરસ્ટોએ KKRને હરાવ્યું, ધમાકેદાર સદી સાથે 6 મેચોની નિષ્ફળતાની કરી ભરપાઈ
Jonny Bairstow
| Updated on: Apr 26, 2024 | 11:35 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં વિસ્ફોટક બેટિંગના ઘણા દ્રશ્યો જોવા મળ્યા છે અને અંતે પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરસ્ટો પણ તેમાં પોતાનું નામ લખવામાં સફળ રહ્યો છે. આ સિઝનની શરૂઆતથી જ નિષ્ફળ રહેલા ઈંગ્લિશ બેટ્સમેન બેયરસ્ટોએ ટીમમાં વાપસી કરી હતી અને ચોગ્ગા અને છગ્ગા ફટકારીને વિસ્ફોટક સદી ફટકારી હતી. બેયરસ્ટોએ KKRના બોલરોને એવી રીતે ફટકાર્યા કે તેણે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સનસનાટી મચાવી દીધી.

6 મેચોની નિષ્ફળતાની એક ઈનિંગથી ભરપાઈ કરી

IPL 2024 સિઝનની શરૂઆત ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન માટે બિલકુલ સારી રહી ન હતી અને તે સતત નિષ્ફળ રહ્યો હતો. સતત 6 મેચમાં એક પણ મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહેતા પંજાબે તેને પડતો મૂક્યો હતો. આ 6 ઈનિંગ્સમાં બેયરસ્ટોના બેટમાંથી માત્ર 96 રન જ બન્યા હતા. અંતે, તે કોલકાતા સામે ટીમમાં પાછો ફર્યો અને માત્ર ટીમમાં જ નહીં પરંતુ ફોર્મમાં પણ બેયરસ્ટોએ પુનરાગમન કર્યું અને 6 મેચોની નિષ્ફળતા એક ઈનિંગથી ભરપાઈ કરી.

45 બોલમાં સદી ફટકારી

બેયરસ્ટોએ તે મેચમાં સદી ફટકારી જે મેચમાં પંજાબને તેની સૌથી વધુ જરૂર હતી. સતત 4 મેચ હાર્યા બાદ પંજાબે કોઈપણ ભોગે આ મેચ જીતવી જરૂરી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 262 રનનો અશક્ય જણાતો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બેયરસ્ટોએ કોલકાતાના બોલરોને એવો ફટકો આપ્યો, જેને આ ટીમ ક્યારેય નહીં ભૂલી શકે. બેયરસ્ટોએ માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારી અને પછીના 22 બોલમાં વધુ 50 રન બનાવ્યા અને માત્ર 45 બોલમાં સદી ફટકારી.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આ સિઝનની ત્રીજી સદી

પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરસ્ટોએ KKR સામે જોરદાર સદી ફટકારી હતી. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આ સિઝનની આ ત્રીજી સદી છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના સુનીલ નારાયણ અને રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે આ જ મેચમાં સદી ફટકારી હતી. કોલકાતા તે મેચ હારી ગયું હતું. એકંદરે, આ IPL 2024ની 10મી સદી અને પંજાબ તરફથી પ્રથમ સદી છે.

આ પણ વાંચો : IPL 2024: પંજાબ કિંગ્સને 146 રનની ‘પેનલ્ટી’, 3 મોટી ભૂલ માટે મળી આકરી સજા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">