ઝી રિશ્તે એવોર્ડ્સની નોમિનેશન પાર્ટીમાં દર્શકોને ટેલિવિઝન સ્ટાર્સનો અલગ અંદાજ જોવા મળશે.લગ્ન બાદ પહેલીવાર રેડ કાર્પેટ પર એન્ટ્રી કરનાર શ્રદ્ધા આર્ય એટલે કે કુંડળી ભાગ્યની પ્રીતા આપલે મંગળસૂત્ર અને સિંદૂર સાથે લાલ સાડીમાં ખુબ સુંદર લાગી રહી હતી.
પ્રીતાની સાથે કરણ પણ હંમેશની જેમ ડેશિંગ સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. કુંડલી ભાગ્ય અને કુમકુમ ભાગ્યના સ્ટાર્સનો અનોખો લુક ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
ઝી રિશ્તે એવોર્ડ્સની નોમિનેશન પાર્ટીમાં ઝી ટીવી શોના કલાકારોએ તેના અંદાજથી ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ નોમિનેશન બાદ ટૂંક સમયમાં ચાહકો તેના મનપસંદ પાત્રોને vote આપશે અને બાદમાં ઝી રિશ્તે એવોર્ડ્સમાં, એક્ટરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
સિરીયલ બાજીરાવ પેશવાના એક્ટર સિરીયલના લુકમાં જ જોવા મળ્યા હતા.