તમે સ્ટોક માર્કેટમાં રૂપિયાનું રોકાણ કરો છો? તો જાણો આ સપ્તાહે કેવી રહેશે શેરબજારની ચાલ
ગયા સપ્તાહે સેન્સેક્સ 490.14 પોઈન્ટ અથવા 0.67 ટકા તૂટ્યા હતા. નિફ્ટી 71.3 પોઈન્ટ અથવા 0.32 ટકા ઘટ્યો હતો. આ સપ્તાહે શેરબજારની દિશા વૈશ્વિક અને સ્થાનિક આર્થિક ડેટા, FII, DII, ક્રૂડ ઓઈલ રિઝર્વના રોકાણના વલણ પર આધારિત હશે.

શેરબજારમાં નાના રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. લોકો રૂપિયા કમાવવા માટે તેની બચતનું રોકાણ કરી રહ્યા છે. પરંતુ બજારનો તીવ્ર ઘટાડો તેને પરેશાન કરી રહ્યો છે. એક દિવસમાં સેન્સેક્સ 1200 પોઈન્ટ અને નિફ્ટી 300 પોઈન્ટથી વધારે ઘટી રહ્યો છે. જેના કારણે નાના રોકાણકારોને નુકસાનીનો સામનો કરવો પડે છે. તેથી રોકાણકારોએ બજારની ચાલ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

શેરબજારોની ચાલ મેક્રો ઈકોનોમિક ડેટા અને વૈશ્વિક વલણ દ્વારા નક્કી થશે. આ ઉપરાંત બજારના સહભાગીઓ FII ની ગતિવિધિઓ પર પણ નજર રહેશે. શેરબજારના નિષ્ણાતોના મતે, કંપનીઓના ત્રિમાસિક પરિણામની સિઝન હવે અંતિમ તબક્કામાં છે. તેથી બજારમાં સ્ટોક સ્પેસિફિક એકટીવિટી પણ જોવા મળશે.

ઔદ્યોગિક ઉત્પાદન (IIP) અને છૂટક મોંઘવારીના આંકડા 12 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત મોંઘવારીના ડેટા 14 ફેબ્રુઆરીએ જાહેર થશે. યુએસ રિટેલ મોંઘવારીના આંકડા 13 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે અને રિટેલ વેચાણ ડેટા 15 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત અમેરિકામાં બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં થતી વધઘટ પર નજર રહેશે. ક્રૂડ ઓઈલના ભાવ અને સંસ્થાકીય રોકાણકારોનો પ્રવાહ પણ બજારના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રહેશે. સપ્તાહ દરમિયાન, NHPC, SAIL, BHEL, હિન્દુસ્તાન કોપર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અન્ય કંપનીઓ પરિણામો જાહેર કરશે.

ગયા સપ્તાહે સેન્સેક્સ 490.14 પોઈન્ટ અથવા 0.67 ટકા તૂટ્યા હતા. નિફ્ટી 71.3 પોઈન્ટ અથવા 0.32 ટકા ઘટ્યો હતો. આ સપ્તાહે શેરબજારની દિશા વૈશ્વિક અને સ્થાનિક આર્થિક ડેટા, FII, DII, ક્રૂડ ઓઈલ રિઝર્વના રોકાણના વલણ પર આધારિત હશે.






































































