મહિન્દ્રા ગ્રુપ તેનો ટ્રેક્ટર બિઝનેસ કરશે Demerger ? જાણો શું કહ્યું કંપનીના અધિકારીઓએ
Mahindra & Mahindra Ltd એ 2-વ્હીલર્સ, 3-વ્હીલર્સ, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર બનાવતી ભારતની સૌથી મોટી ડાયવર્સિફાય ઓટોમોબાઈલ કંપની છે. દેશની અગ્રણી ગણાતી મહિન્દ્રા કંપનીએ ટ્રેક્ટર બિઝનેસને અલગ કરવાને લઈને કંપનીના અધિકારીઓએ જવાબ આપ્યો છે.

Mahindra & Mahindra Ltd એ 2-વ્હીલર્સ, 3-વ્હીલર્સ, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર બનાવતી ભારતની સૌથી મોટી ડાયવર્સિફાય ઓટોમોબાઈલ કંપની છે.

દેશની અગ્રણી ગણાતી મહિન્દ્રા કંપનીએ તેના 10 ફેબ્રુઆરી 2022ના અર્નિંગ કોલમાં ટ્રેક્ટર બિઝનેસને અલગ કરવાને લઈને માહિતી આપી છે.

કંપનીના અધિકારીઓએ જણાવ્યા અનુસાર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભવિષ્યમાં તેનો ફાર્મ મશીનરી બિઝનેસ ડિમર્જ કરવાનું વિચારી શકે છે, પરંતુ કંપની હાલમાં ટ્રેક્ટર બિઝનેસને ડિમર્જ કરવાનું વિચારી રહી નથી.

2007માં પંજાબ ટ્રેક્ટરને હસ્તગત કર્યા પછી મહિન્દ્રા ભારતની સૌથી મોટી ટ્રેક્ટર કંપની બની ગઈ છે. ટ્રેક્ટર માર્કેટમાં તેનો હિસ્સો 43% છે. મહિન્દ્રાના સમગ્ર ઓટો બિઝનેસમાં આ સૌથી નફાકારક યુનિટ પણ છે.

Mahindra & Mahindra Ltd ના શેરની વાત કરીએ તો, 14 મે 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 3.92 ટકાના વધારા સાથે રૂપિયા 2270 પર બંધ થયો હતો. કંપનીની માર્કેટ કેપ 2,81,753 કરોડ રૂપિયા છે.
