ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના કે મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ? કમાણીમાં કોણ આગળ અને કોણ પાછળ?
સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મહેંદીથી લઈને હલ્દી સમારોહ સુધી તેમના સેલિબ્રેશનના ફોટા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થયા છે. જો કે, ઘણા લોકોના મનમાં સવાલ એ છે કે, આ બંનેમાંથી કોણ વધુ કમાણી કરે છે?

ભારતીય ક્રિકેટ સ્ટાર સ્મૃતિ મંધાના અને યુવા સંગીતકાર પલાશ મુચ્છલ 23 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં જોડાવાના હતા પરંતુ સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત બગડતા લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

કમાણી વિશે વાત કરીએ તો, મંધાના ભારતની સૌથી વધુ કમાણી કરતી મહિલા ખેલાડીઓમાંની એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની કુલ સંપત્તિ અંદાજિત ₹32-34 કરોડ જેટલી છે. મળતી માહિતી મુજબ, મંધાના BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી દર વર્ષે ₹50 લાખ, ટેસ્ટ મેચ ફી ₹15 લાખ પ્રતિ મેચ, ODI ફી ₹6 લાખ પ્રતિ મેચ અને T20 ફી ₹3 લાખ પ્રતિ મેચ કમાય છે. તે મહિલા પ્રીમિયર લીગમાં RCB ની કેપ્ટન પણ છે અને પ્રતિ સીઝન ₹3.4 કરોડ જેટલા કમાય છે. વર્ષ 2024 માં, મંધાનાએ RCB ટીમને પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગ (WPL) ટાઇટલ અપાવ્યું.

બીજું કે, સ્મૃતિ મંધાનાની આવક મોટાભાગે એન્ડોર્સમેન્ટ અને બ્રાન્ડ પ્રમોશનમાંથી આવે છે. તે હ્યુન્ડાઇ, ગાર્નિયર, નાઇકી, રેડ બુલ, માસ્ટરકાર્ડ, પીએનબી મેટલાઇફ, હર્બલાઇફ, રેક્સોના, ગલ્ફ ઓઇલ ઇન્ડિયા અને બાટા પાવર સ્પોર્ટ્સવેર જેવી ગ્લોબલ કંપનીઓનો ચહેરો પણ રહી ચૂકી છે. મંધાના મહારાષ્ટ્રના સાંગલીમાં એક આલીશાન બંગલામાં રહે છે. આ બંગલામાં એક જીમ, લાઇબ્રેરી, હોમ થિયેટર અને એક મોટો બગીચો છે. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, મંધાના મુંબઈ અને દિલ્હીમાં પણ મિલકત ધરાવે છે.

બોલિવૂડના મોટા નામોમાં પલાશ મુચ્છલનું નામ સારું એવું છે. મુચ્છલની સિદ્ધિઓ પણ ગજબની છે. પ્રખ્યાત સિંગર પલક મુચ્છલના નાના ભાઈ પલાશે નાની ઉંમરે જ સંગીત જગતમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2004 માં આવેલી ફિલ્મ "ઢિશ્કિયાઉં" થી થઈ હતી. તેણે "ભૂતનાથ રિટર્ન્સ" ના "પાર્ટી તો બનતી હૈ" અને "તુ હી હૈ આશિકી" જેવા ગીતો કંપોઝ કરીને પોતાની પ્રતિભા સાબિત કરી.

અહેવાલો અનુસાર, પલાશની કુલ સંપત્તિ 20 થી 41 કરોડ રૂપિયાની વચ્ચે છે. તેની આવક મ્યુઝિક કંપોઝિંગ, ફિલ્મ પ્રોજેક્ટ્સ, આલ્બમ્સ અને લાઇવ શોમાંથી આવે છે. આમ જોવા જઈએ તો, સ્મૃતિ મંધાના કમાણીની દ્રષ્ટિએ આગળ છે. તેની સ્થિર આવક, બ્રાન્ડ વેલ્યુ અને ક્રિકેટની લોકપ્રિયતા જ તેને પલાશ કરતાં આર્થિક રીતે મજબૂત બનાવે છે.
કેનેડા જવા માંગતા ગુજરાતીઓ માટે ખુશખબર, PR માટે મળશે એક્સપ્રેસ એન્ટ્રી, A ટુ Z માહિતી જાણવા અહીં ક્લિક કરો..
