વિશ્વના કયા શહેરમાં સૌથી વધુ વસ્તી છે ? જાણો વિશ્વના ટોપ-5માં ભારતના કેટલા શહેરો છે
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે આપેલી માહિતી અનુસાર વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું શહેર કયું છે અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના 5 સૌથી મોટા શહેરો કયા કયા છે અને ભારતના એવા કેટલા શહેરો છે, જે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ટોપ-5 શહેરોમાં આવે છે, તેના વિશે આજે અમે તમને માહિતી આપીશું.

શું તમે જાણો છો કે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના 5 સૌથી મોટા શહેરો કયા છે ? વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે આપેલી માહિતી અનુસાર વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું શહેર જાપાનમાં છે.

જાપાનનું ટોક્યો-યોકોહામા વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. અહીંની વસ્તી 37.73 મિલિયન છે. બીજા સ્થાને ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર છે, જેની વસ્તી 33.75 મિલિયન છે.

વિશ્વમાં ત્રીજા સ્થાને ભારતની રાજધાની દિલ્હી આવે છે, જેની વસ્તી 32.22 મિલિયન છે. જ્યારે ભારતમાં સૌથી વધુ વસ્તી મામલે દિલ્હી પ્રથમ ક્રમે આવે છે.

ચોથા સ્થાને ચીનનું ગુઆંગઝુ ફોશાન છે, જેની વસ્તી 26.94 મિલિયન છે અને પાંચમા સ્થાને ભારતનું મુંબઈ શહેર છે, જેની વસ્તી 24.97 મિલિયન છે.

આ રીતે, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ટોપ-5 શહેરોની વાત કરીએ તો, ભારતના 2 શહેરો છે, જેમાં દિલ્હી ત્રીજા અને મુંબઈ પાંચમા સ્થાને છે. (Image : Pixels)
