ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ ખુબ લોકપ્રિય છે તેથી ઘણી વખત લોકો સામેના મેસેજને છૂપી રીતે વાંચવા માંગે છે જેથી બ્લુ ટિકની તેમને જાણ ન થાય. બ્લુ ટિકનો અર્થ થાય છે કે સામેની વ્યક્તિએ મેસેજ વાંચી લીધો છે. આજે અમે તમને આવી જ બે ખાસ ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ગુપ્ત રીતે મેસેજ વાંચી શકો છો.
1 / 5
વોટ્સએપ પર કોઈપણ યુઝરના મેસેજ વાંચવા માટે હોમ સ્ક્રીન પર Widgetsનો ઉપયોગ કરવો પડશે. આ માટે, હોમ સ્ક્રીન પર થોડીવાર માટે ક્લિક કરો અને હોલ્ડ કરો, તે પછી સ્ક્રીનના બોટમમાં વૉલપેપર્સ અને Widgets જેવા વિકલ્પો દેખાશે. Widgets પર ક્લિક કર્યા પછી, વોટ્સએપના શોર્ટકટ પર જાઓ અને ત્યાં 4X2 વિકલ્પ પસંદ કરો.
2 / 5
WhatsApp વાળા Widgets પર ક્લિક કરો અને પકડી રાખો અને તેને હોમ સ્ક્રીન પર લાવો. થોડીવાર માટે ક્લિક કરો અને પકડી રાખો, જેથી આ Widgetsને મોટું કરી શકાય. ધ્યાનમાં રાખો કે જો સ્ક્રીન પર વધુ આઇકન્સ હશે, તો આ Widgets મોટા નહીં હોય, તેના માટે તેને ખાલી હોમ સ્ક્રીન પર રાખો.
3 / 5
આમાં ફક્ત તે જ સંદેશા દેખાશે, જે વપરાશકર્તાઓએ હજી સુધી ખોલ્યા નથી. તેમાં આખો મેસેજ દેખાશે, જેને ખોલ્યા વગર વાંચી શકાશે. આ ટેસ્ટિંગ OnePlus 7 Pro સ્માર્ટફોન પર કરવામાં આવ્યું છે.
4 / 5
વ્હોટ્સએપ વેબનો પણ ઉપયોગ: WhatsApp વેબ પરથી કોઈપણ સંદેશ તેને ખોલ્યા વિના સંપૂર્ણ રીતે વાંચી શકાય છે. આ માટે વેબ બ્રાઉઝરમાં વોટ્સએપ ખોલવાનું રહેશે અને તે પછી જે યુઝર્સના મેસેજ તમે વાંચવા માગો છો, તેના પર કર્સર ખસેડો અને થોડી સેકંડ રાહ જુઓ. હવે સંપૂર્ણ સંદેશ પોપઅપમાં દેખાવાનું શરૂ થશે.