AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધના ફફડાટ વચ્ચે રોકાણ ક્યાં કરવું ? જો તમારી પાસે ₹1 લાખ હોય, તો આ 3 જગ્યાએ પૈસા લગાવો

આજકાલ દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધ અને તેલના વધતા ભાવને કારણે બજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આવા અસ્થિર માહોલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો તમારી પાસે અત્યારે રોકાણ કરવા માટે ₹1 લાખ હોય, તો તે ક્યાં મૂકવા જોઈએ?

| Updated on: Apr 01, 2026 | 4:42 PM
Share
પશ્ચિમ એશિયામાં ઈરાન યુદ્ધ અને કાચા તેલની કિંમતોમાં થતાં વધારાએ વૈશ્વિક બજારોને હચમચાવી દીધા છે. રોકાણકારો તમામ એસેટ્સમાં ઝડપથી પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને નાણાં સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં આની અસર સોના, શેરબજાર અને કોમોડિટી પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તમામમાં સતત ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

1 / 9
આવા વાતાવરણમાં મોટો પ્રશ્ન એ છે કે, જો કોઈ રોકાણકાર પાસે ₹1 લાખ હોય, તો તેણે પૈસા ક્યાં રોકવા જોઈએ? શું બજારનો ઘટાડો ખતરો છે કે રોકાણની નવી તક? નિષ્ણાતોનો મત સમજતા પહેલા અલગ-અલગ એસેટ ક્લાસને સમજવા જરૂરી છે.

2 / 9
ઈક્વિટી (શેરબજાર): આ લાંબાગાળે સૌથી વધુ રિટર્ન આપતું રોકાણ માનવામાં આવે છે. તે મોંઘવારી કરતા વધુ રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તેમાં ઉતાર-ચઢાવ પણ વધુ હોય છે. આ એવા રોકાણકારો માટે વધુ સારું માનવામાં આવે છે, જેઓ જોખમ લેવા તૈયાર હોય અને ઓછામાં ઓછા 3 થી 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ જાળવી શકે.

3 / 9
ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ: આ રોકાણમાં સ્થિરતા લાવે છે. આમાં તમારા પૈસા સરકાર કે કોઈ કંપનીને ઉધાર આપવામાં આવે છે અને બદલામાં નક્કી કરેલું વ્યાજ મળે છે. તેમાં નાણાં પ્રમાણમાં સુરક્ષિત રહે છે અને જરૂર પડે સરળતાથી ઉપાડી પણ શકાય છે. જો કે, તેમાં રિટર્ન સામાન્ય રીતે ઈક્વિટી કરતા ઓછું હોય છે. આ રોકાણ ટૂંકાગાળાના લક્ષ્યો માટે અને બજાર ઘટતી વખતે સુરક્ષા આપવા માટે ઉપયોગી માનવામાં આવે છે.

4 / 9
સોનું: સોનાને હંમેશા સુરક્ષા આપતી એસેટ માનવામાં આવે છે. બજારમાં અનિશ્ચિતતા, મોંઘવારી કે આર્થિક સંકટ સમયે ગોલ્ડ સારું પ્રદર્શન કરી શકે છે. આ કારણોસર, તેને પોર્ટફોલિયોમાં સંતુલન જાળવી રાખતા રોકાણ તરીકે જોવામાં આવે છે.

5 / 9
સ્ટોકિફાય (Stockify) ના ફાઉન્ડર અને સીઈઓ પીયૂષ ઝુનઝુનવાલાના જણાવ્યા અનુસાર, જો તેમની પાસે રોકાણ માટે ₹1 લાખ હોય, તો તેઓ તેને અલગ-અલગ એસેટ ક્લાસમાં વહેંચશે. તેમનું કહેવું છે કે, સંતુલિત પોર્ટફોલિયોમાં ઈક્વિટી, ડેબ્ટ અને ગોલ્ડ ત્રણેયનું મિશ્રણ હોવું જોઈએ. ઝુનઝુનવાલા સલાહ આપે છે કે, રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોનો 50 થી 60% હિસ્સો ઈક્વિટીમાં, 20 થી 30% ડેબ્ટમાં અને 10 થી 20% ગોલ્ડમાં રાખવો જોઈએ. આનાથી ગ્રોથ, સ્થિરતા અને સુરક્ષા ત્રણેયનું સંતુલન જળવાઈ રહે છે.

6 / 9
સ્ક્રિપબોક્સ (Scripbox) ના મેનેજિંગ પાર્ટનર સચિન જૈન કહે છે કે, જો તેમની પાસે આજે રોકાણ માટે ₹1 લાખ હોય, તો તેઓ સંતુલિત એસેટ એલોકેશન અપનાવશે. તેમના મતે, આશરે ₹60,000 ઈક્વિટીમાં રોકી શકાય છે, કારણ કે લાંબાગાળે સંપત્તિ બનાવવા માટે ઈક્વિટી જરૂરી છે. આશરે ₹30,000 ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકી શકાય છે, જેનાથી લિક્વિડિટી જળવાઈ રહે છે અને બજારની અસ્થિરતા સામે સુરક્ષા મળે છે. બાકીના ₹10,000 ગોલ્ડમાં રોકી શકાય છે, જે મોંઘવારી સામે રક્ષણ આપે છે અને સમય જતાં પોર્ટફોલિયોને સંતુલિત કરવામાં મદદ કરે છે.

7 / 9
ચોઈસ વેલ્થ (Choice Wealth) ના સીઈઓ નિકુંજ સરાફ ના જણાવ્યા મુજબ, જો તેમની પાસે રોકાણ માટે ₹1 લાખ હોય, તો તેઓ પોર્ટફોલિયોને ઈક્વિટી તરફના ઝુકાવ સાથે બનાવશે પરંતુ સંપૂર્ણપણે એક જ બજાર પર નિર્ભર રહેશે નહીં. તેમની વ્યૂહરચના મુજબ, 65% ઈક્વિટી, 15% ગ્લોબલ ઈક્વિટી, 10% ગોલ્ડ અને 10% ડેબ્ટ અથવા મલ્ટી એસેટમાં રોકાણ કરી શકાય છે.

8 / 9
ફિનએજ (FinEdge) ના કો-ફાઉન્ડર અને સીઈઓ હર્ષ ગહલૌત નું કહેવું છે કે, રોકાણમાં એક જ રણનીતિ દરેક માટે સાચી હોતી નથી. રોકાણની સાચી વહેંચણી બજારની સ્થિતિ કરતા રોકાણકારના લક્ષ્ય, રોકાણનો સમયગાળો અને જોખમ લેવાની ક્ષમતા પર વધુ નિર્ભર કરે છે. જો રોકાણનો સમય લાંબો હોય, તો પોર્ટફોલિયોમાં ઈક્વિટીનો હિસ્સો વધુ રાખી શકાય છે, જ્યારે ડેબ્ટ અને ગોલ્ડ ઓછા રાખી શકાય છે. જો લક્ષ્ય નજીક હોય, તો રોકાણનો મોટો હિસ્સો ડેબ્ટમાં રાખવો વધુ હિતાવહ છે અને ઈક્વિટીનો હિસ્સો ઘટાડી શકાય છે. ગોલ્ડને ડાયવર્સિફિકેશન માટે પોર્ટફોલિયોમાં 10% સુધી રાખી શકાય છે.

9 / 9
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, ગોલ્ડ-સિલ્વર ઈટીએફમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું ભાવ ₹9 લાખને પાર કરશે ? ગભરાઈને સોનું વેચવાની ભૂલ ન કરતા… ભારે ઘટાડા વચ્ચે એક્સપર્ટ્સે આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી

એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના

અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા

રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો

697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

g clip-path="url(#clip0_868_265)">