AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

44 સેકન્ડ, 12 રોકેટ અને તબાહી… ભારતીય સેનાના આ સૌથી ઘાતક હથિયારથી આજે આખું વિશ્વ થરથરે છે

આધુનિક યુદ્ધમાં રણમેદાનનો નકશો બદલી નાખતું આ ભારતનું એક એવું શક્તિશાળી સ્વદેશી રોકેટ સિસ્ટમ છે કે, જેનાથી દુશ્મન સૌથી વધુ થરથરે છે. DRDO દ્વારા તૈયાર કરાયેલું આ હથિયાર માત્ર ગણતરીની સેકન્ડોમાં રોકેટનો એવો વરસાદ કરે છે કે, દુશ્મનના અડ્ડા પળવારમાં તબાહ થઈ જાય છે. વિદેશી આયાત પરની નિર્ભરતા ખતમ કરીને આ ભારતીય હથિયાર આજે દુનિયાભરમાં દેશની સંરક્ષણ તાકાતનો ડંકો વગાડી રહ્યું છે.

| Updated on: Aug 03, 2026 | 2:36 PM
Share
યુદ્ધના મેદાનમાં હવે સેનાઓ સામસામે ખૂબ ઓછી ભીડાય છે. બીજું કે, આધુનિક યુદ્ધ લાંબા અંતરના હથિયારોની મદદથી લડવામાં આવી રહ્યા છે. માત્ર કંઈક વર્ષો પહેલા સુધી લાંબા અંતરથી દુશ્મનના અડ્ડાઓ પર ભીષણ હુમલો કરવાનું કામ આર્ટિલરીની તોપોના શિરે હતું. જો કે, હવે આ ભૂમિકા 'મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ' પાસે આવી ગઈ છે. સારી વાત એ છે કે, ભારતે આ હથિયારની જરૂરિયાત ખૂબ પહેલા સમજી લીધી હતી અને હવે ભારતીય સેના પાસે એક એવું સ્વદેશી રોકેટ સિસ્ટમ છે, જેનાથી દુશ્મન સૌથી વધુ ડરે છે.

1 / 6
'પિનાકા' એક અદ્યતન મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે, જેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને (DRDO-Defence Research and Development Organisation) વિકસાવી છે. આ ભારતીય સેનાના તોપખાના રેજિમેન્ટનું સૌથી ખાસ હથિયાર છે. તેને થોડી જ મિનિટોમાં દુશ્મનના અડ્ડાઓ પર ઝડપી અને તાબડતોબ હુમલો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પિનાકાના વિકાસ પહેલાં સુધી ભારત મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ માટે બીજા દેશોથી આયાત પર નિર્ભર હતું. ખાસ વાત એ છે કે, પિનાકાના વિકાસે યુદ્ધક્ષેત્રમાં શક્તિનું સંતુલન બદલી નાખ્યું છે.

2 / 6
DRDO ના જણાવ્યા અનુસાર, પિનાકા સિસ્ટમ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં રોકેટનો વરસાદ કરી શકે છે. આ સિસ્ટમ ટ્રક પર ફિટ છે, તેથી દુશ્મનના કોઈ પણ વળતા હુમલાથી બચવા માટે પોતાના સ્થાન પરથી હટી પણ શકે છે. એક સ્ટાન્ડર્ડ પિનાકા લોન્ચરમાં 12 રોકેટ હોય છે. આ 12 રોકેટ માત્ર 44 સેકન્ડમાં ફાયર કરી શકાય છે. પિનાકા સિસ્ટમનો એક સાલ્વો ફાયર (12 રોકેટ) 700 મીટર × 500 મીટરના વિશાળ વિસ્તારને સંપૂર્ણપણે તબાહ કરી શકે છે.

3 / 6
DRDO એ પિનાકા સિસ્ટમ પર કામ કરવાની શરૂઆત વર્ષ 1986 માં કરી હતી. તેનો હેતુ એક એવું રોકેટ લોન્ચર બનાવવાનો હતો, જે યુદ્ધના મેદાનમાં જબરદસ્ત ફાયરપાવર આપી શકે. DRDO એ એક એવી સિસ્ટમ બનાવવાનું શરૂ કર્યું, જેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય.

4 / 6
DRDO ના જણાવ્યા મુજબ, ઓરિજિનલ પિનાકા રોકેટની રેન્જ લગભગ 37 કિલોમીટર હતી. ધીમે-ધીમે તેને અપગ્રેડ કરવામાં આવતું રહ્યું અને હવે પિનાકા સિસ્ટમ 45 કિલોમીટરથી વધુ દૂરના ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. DRDO એક્સટેન્ડેડ-રેન્જ પણ વિકસાવી ચૂક્યું છે, જે 75 કિલોમીટરના અંતર સુધી હુમલો કરી શકે છે. આ સિવાય પિનાકાનું ગાઇડેડ વેરિઅન્ટ પણ ડેવલપ કરવામાં આવી રહ્યું છે, જેની રેન્જ 120 કિમી હશે. સતત કરવામાં આવતા સુધારાથી પિનાકા હવે માત્ર એરિયા-સેચ્યુરેશન હથિયાર નથી રહ્યું પરંતુ લોંગ-રેન્જ સ્ટ્રાઇક સિસ્ટમમાં બદલાઈ ગયું છે.

5 / 6
પિનાકા માત્ર ભારતીય સેનાનું મુખ્ય હથિયાર નથી બન્યું પરંતુ તે ભારતીય સંરક્ષણ નિકાસની સૌથી મોટી સફળતાઓમાંથી પણ એક છે. આર્મેનિયાએ આ સિસ્ટમ પર ભરોસો દર્શાવતા ભારત પાસેથી તેને ખરીદ્યું છે. પિનાકા સિસ્ટમ એ તમામ દેશો માટે એક ઉત્તમ વિકલ્પ બની ગઈ છે, જે અત્યાર સુધી રશિયાની 'ગ્રેડ' (BM-21) સિસ્ટમ પર નિર્ભર છે.

6 / 6

રેલવેની નવી સુવિધા, હવે ઓનલાઇન કેવી રીતે બુક થશે એકસ્ટ્રા લગેજ? કેટલું ભાડું થશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

Follow Us
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો

અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે

ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ

અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય

રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video

ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક

નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર

g clip-path="url(#clip0_868_265)">