AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં 8 ઓગસ્ટથી ફરી શરુ થશે વરસાદનો એક રાઉન્ડ, જુઓ  Video

Breaking News : અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં 8 ઓગસ્ટથી ફરી શરુ થશે વરસાદનો એક રાઉન્ડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2026 | 1:41 PM
Share

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 5 ઓગસ્ટના રોજ હવામાનમાં પલ્ટો આવી શકે છે. 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતમાં હળવા થી ભારે વરસાદ આવી શકે છે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે.દક્ષિણ ગુજરાતના ભાગો માં હળવા થી ભારે વરસાદ આવી શકે છે.

3 થી 4 ઈંચ વરસાદ પડશે

તાપી નદી નું જળસ્તર વધવાની શક્યતા છે.ખેડૂતોએ કૃષિ પાકોમાં જીવાત પડવાના કારણે પાક સંરક્ષણ ના પગલાં ભરવા સારા રહેશે. તેમજઆશ્લેષા નક્ષત્રમાં કૃષિ કાર્યો કરવા સારા નહીં રહે.12 થી 15 ઓગસ્ટ વરસાદી ઝાપટા પડી શકે છે.17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારૂ ગણાય છે. 3 થી 4 ઈંચ વરસાદની આગાહી કરી છે. તો ક્યાંય વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે.

લખતર, ધ્રાંગધ્રા સહિતના તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી શકે છે. 24 કલાક બાદ પણ પાણી ન ઓસરતાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે.લખતરના તલસામા, ઝંમર સહિતના ગામના ખેતર હજુ પણ પાણીમાં છે. ખેડૂતોએ વાવેલ કપાસ, એરંડા, જુવાર સહિતના પાકને નુકસાન થયું છે.લખતરના ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી સહાયની માંગણી કરી છે.

 

 

Gujarat Weather Today: રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આજથી ભારે વરસાદનું જોર ઘટશે અહી ક્લિક કરો

Published on: Aug 03, 2026 01:40 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">