AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પગાર નથી મળ્યો કે નોકરીમાંથી કાઢી મૂક્યા ? તો હવે હવે ઘર બેઠા કરો ‘ઓનલાઈન ફરિયાદ’, સરકારે લોન્ચ કર્યું ‘નવું પોર્ટલ’

નોકરીમાંથી અચાનક કાઢી મૂકવા, સમયસર પગાર ન મળવો કે ગ્રેચ્યુટી અને મેટરનિટી બેનિફિટ જેવા હક્કોથી વંચિત રહેવું... આવી સમસ્યાઓનો સામનો કરી રહેલા કર્મચારીઓ માટે શ્રમ અને રોજગાર મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે.

પગાર નથી મળ્યો કે નોકરીમાંથી કાઢી મૂક્યા ? તો હવે હવે ઘર બેઠા કરો 'ઓનલાઈન ફરિયાદ', સરકારે લોન્ચ કર્યું 'નવું પોર્ટલ'
| Updated on: Aug 03, 2026 | 7:51 PM
Share

નોકરીમાંથી અચાનક બરતરફી, નિયમો વગર છટણી, મહિનાઓ સુધી પગાર ન મળવો કે માતૃત્વ લાભ (Maternity Benefit) ન મળવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, કર્મચારીઓ અને શ્રમિકો હવે ‘સમાધાન પોર્ટલ’ (SAMADHAN Portal) દ્વારા પોતાની ફરિયાદ સીધી ઓનલાઈન નોંધાવી શકે છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ શ્રમિકો સાથે જોડાયેલા વિવાદો, દાવાઓ અને સેવા સંબંધિત ફરિયાદોના ઝડપી તેમજ પારદર્શી નિવારણ માટે બનાવવામાં આવ્યું છે. આના દ્વારા ફરિયાદની સ્થિતિ (Status) પણ ઓનલાઈન ટ્રેક કરી શકાય છે.

કયા મામલાઓમાં કરી શકાય છે ‘ફરિયાદ’?

મંત્રાલયના જણાવ્યા અનુસાર, કર્મચારીઓ અને શ્રમિકો નીચે મુજબના મામલાઓમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે:

  1. ગેરકાયદેસર બરતરફી (Illegal Termination)
  2. છટણી (Retrenchment/Lay-off)
  3. પગારમાં વિલંબ (Delay in Salary/Wages)
  4. લઘુત્તમ વેતન ન મળવું (Minimum Wages)
  5. માતૃત્વ લાભ ન મળવો (Maternity Benefit)
  6. સેવા સમાપ્તિ સંબંધિત વિવાદો
  7. ગ્રેચ્યુટી (Gratuity) સંબંધિત દાવાઓ
  8. અન્ય શ્રમ કાયદાઓ સંબંધિત વિવાદો અને ફરિયાદો

શું છે ‘સમાધાન પોર્ટલ’?

સમાધાન પોર્ટલ એ શ્રમ અને રોજગાર મંત્રાલયનું ડિજિટલ પ્લેટફોર્મ છે, જેને શ્રમિકો તેમજ કર્મચારીઓને ફરિયાદ નોંધાવવા માટે સરળ ઓનલાઈન સુવિધા આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે.

પોર્ટલ પર ફરિયાદ નોંધાવ્યા બાદ સંબંધિત સત્તાધિકારી પાસે મામલો પહોંચે છે અને અરજદાર ઓનલાઈન તેની પ્રગતિ જોઈ શકે છે. આનાથી ફરિયાદ પ્રક્રિયા વધુ પારદર્શી અને સરળ બને છે.

કેવી રીતે નોંધાવવી ‘ફરિયાદ’?

ફરિયાદ નોંધાવવા માટે કર્મચારીએ સમાધાન પોર્ટલ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યાર બાદ સંબંધિત ફરિયાદનો પ્રકાર પસંદ કરીને જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરી શકાય છે. ફરિયાદ સબમિટ થયા પછી એક રેફરન્સ નંબર (Reference Number) આવે છે, જેની મદદથી કેસની સ્થિતિ ઓનલાઈન જોઈ શકાય છે.

કર્મચારીઓ માટે કેમ મહત્વનું છે?

દેશમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પગાર, સેવા શરતો અથવા શ્રમ કાયદાઓ સંબંધિત વિવાદોમાં ફસાઈ જાય છે. આવા કિસ્સાઓમાં સાચા પ્લેટફોર્મની માહિતી ન હોવાને કારણે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થાય છે.

મંત્રાલયનું કહેવું છે કે, સમાધાન પોર્ટલ આ પ્રક્રિયાને સરળ બનાવે છે અને શ્રમિકોને એક કેન્દ્રીયકૃત ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે, જ્યાં વિવિધ પ્રકારના શ્રમ વિવાદો તેમજ દાવાઓનો ઉકેલ શરૂ કરી શકાય છે.

શું તમારું પણ PPF એકાઉન્ટ છે? તો ભૂલથી પણ ન કરતા આ ‘6 ભૂલ’, નહીંતર ગણતરીની મિનિટોમાં થશે ‘મોટું નુકસાન’

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">