AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather Today: રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આજથી ભારે વરસાદનું જોર ઘટશે

રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ આજથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જોકે, રાજ્ય પર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2026 | 9:45 AM
Share

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ આજથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જોકે, રાજ્ય પર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કુલ 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને હવામાનની આગાહી મુજબ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

 વેલમાર્ક લો પ્રેશર નબળું પડતાં વરસાદનું જોર ઘટશે

અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં સક્રિય રહેલું વેલમાર્ક લો પ્રેશર હવે સાયકલોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતાં તેની અસર ધીમે ધીમે નબળી પડી રહી છે. જેના કારણે રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા ઘટી છે, પરંતુ અન્ય સક્રિય સિસ્ટમોના કારણે વરસાદી માહોલ હજુ પણ જળવાઈ રહેશે.

 માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના

દરિયામાં તેજ પવન અને ઊંચા મોજાં ઊછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- 03 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજ્યમાં મેઘ મહેરથી જળાશયોમાં ભરપૂર પાણીની આવક, 206માંથી 34 ડેમ હાઇએલર્ટ પર

Follow Us
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
g clip-path="url(#clip0_868_265)">