AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: દુનિયાનું સૌથી ‘મોટું કેળું’ ! ઈંચમાં નહીં, ફૂટમાં મપાય છે… સાઈઝ જોઈને આંખો ખુલ્લી રહી જશે

કેળું તો આપણે રોજ જોઈએ છીએ અને ખાઈએ છીએ, જે સામાન્ય રીતે 6 થી 9 ઈંચનું હોય છે. એવામાં હાલમાં સોશિયલ મીડિયા પર એક એવા કેળાનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે કે, જેની સાઈઝ જોઈને ભલભલા આશ્ચર્યમાં પડી ગયા છે.

Trending Video: દુનિયાનું સૌથી 'મોટું કેળું' ! ઈંચમાં નહીં, ફૂટમાં મપાય છે... સાઈઝ જોઈને આંખો ખુલ્લી રહી જશે
| Updated on: Aug 03, 2026 | 6:49 PM
Share

તમે બધાએ કેળું ખાધું હશે અને જોયું પણ હશે. સામાન્ય રીતે એક કેળાની સાઈઝ 6-9 ઇંચ સુધીની હોય છે. એવામાં શું તમે ક્યારેય એટલું મોટું કેળું જોયું છે કે, જેને ઇંચમાં નહીં પણ ફૂટમાં માપવામાં આવતું હોય? કદાચ જ તમે ક્યારેય આ પ્રકારનું કેળું જોયું હશે.

જો કે, સોશિયલ મીડિયાના આ જમાનામાં અવારનવાર આશ્ચર્યજનક વસ્તુઓ જોવા મળતી હોય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક આવા જ કેળાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેનો આકાર ખૂબ જ મોટો છે.

વિશાળકાય કેળાનો વીડિયો સોશિયલ મીડિયા પર Viral

આ વાયરલ વીડિયોને સોશિયલ સાઇટ X (ટ્વિટર) પર @Rainmaker1973 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક છોકરો પોતાના હાથમાં એક વિશાળકાય કેળું લઈને ઊભો છે અને તેને ખાતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતું કેળું એટલું મોટું છે કે, તેને જોનારાઓની આંખો ખુલ્લી ને ખુલ્લી રહી જશે.

આ કયું ‘કેળું’ છે અને ક્યાં ઊગે છે?

વીડિયોના કેપ્શનમાં આ કેળા વિશે કેટલીક માહિતી પણ આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ એક જંગલી કેળું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ દુનિયાના સૌથી મોટા કેળાની પ્રજાતિ છે. કેળાની આ પ્રજાતિનું નામ મૂસા ઇન્જેન્સ (Musa Ingens) છે. તેને જાયન્ટ હાઇલેન્ડ બનાના (Giant Highland Banana) પણ કહેવામાં આવે છે.

કેળાની આ પ્રજાતિનો છોડ ન્યૂ ગિની (New Guinea) ના ઊંચા અને ઘાટા પહાડી જંગલોમાં કુદરતી રીતે ઊગે છે. આ દુનિયાના બીજા ભાગોમાં ખૂબ ઓછું જોવા મળે છે.

અન્ય મોટા વૃક્ષો જેવી હોય છે કેળાના આ છોડની ‘ઊંચાઈ’

આ છોડની સાઈઝ 20 થી 25 મીટર (65 થી 82 ફૂટ) સુધીની હોઈ શકે છે. ટૂંકમાં, આ ઘણા વૃક્ષો જેટલો ઊંચો દેખાય છે. આ છોડનું થડ પણ ખૂબ જ જાડું હોય છે. દૂરથી જોતાં આ કોઈ મોટા વૃક્ષ જેવું જ લાગે છે પરંતુ વાસ્તવમાં આ કેળાની જ એક પ્રજાતિ છે.

આ છોડના ફળ સામાન્ય કેળા જેવા જ હોય છે પરંતુ તેના બીજ ખૂબ મોટા અને કઠણ હોય છે. આ જ કારણ છે કે, તેને સામાન્ય કેળાની જેમ સહેલાઈથી ખાઈ શકાતા નથી.

Trending Video: છોકરી સામે જોતાં પણ ડરશે! દીકરીઓની છેડતી કરવી પડી ‘ભારે’, ગ્રામજનોએ આ રીતે રસ્તા વચ્ચે ઉતાર્યો પારો

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
g clip-path="url(#clip0_868_265)">