AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં હોવો જોઈએ ? વાસ્તુ મુજબ કઈ ભૂલો ભારે પડી શકે છે? જાણો અચૂક નિયમો

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર (Main Door) ને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. જો આ દ્વાર સાચી દિશામાં હોય અને યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે, તો ઘરમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને આર્થિક સમૃદ્ધિ આવે છે.

| Updated on: Aug 02, 2026 | 2:21 PM
Share
વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાનું પોતાનું એક વિશેષ મહત્વ હોય છે પરંતુ મુખ્ય દ્વાર (Main Door) ને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. ઘરનો મુખ્ય દ્વાર માત્ર સભ્યોની આવક-જાવકનો રસ્તો નથી પરંતુ આ એ જ સ્થાન છે, જ્યાંથી ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. જો મુખ્ય દ્વાર વાસ્તુના સિદ્ધાંતો અનુસાર હોય, તો ઘરમાં સુખ-સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને આર્થિક સંપન્નતા આવે છે.

1 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર, મુખ્ય દ્વાર યોગ્ય દિશામાં હોવો અત્યંત આવશ્યક છે. ઉત્તર, પૂર્વ અને ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન કોણ દિશાને મુખ્ય દ્વાર માટે સૌથી શુભ માનવામાં આવી છે. જણાવી દઈએ કે, ઉત્તર દિશાને સ્વામી ધનના દેવતા કુબેર છે. ઉત્તર દિશામાં મુખ્ય દ્વાર હોવાથી આર્થિક ઉન્નતિ થાય છે અને ધન આગમનના નવા સ્ત્રોત બને છે.

2 / 6
બીજીબાજુ પૂર્વ દિશાએ સૂર્યદેવની દિશા છે. આ દિશામાં મુખ્ય દ્વાર હોવાથી ઘરમાં માન-સન્માન, ઊર્જા અને સકારાત્મક વિચારોનો સંચાર થાય છે. ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણને ઈશ્વરનું સ્થાન માનવામાં આવ્યું છે. આ દિશામાં પ્રવેશદ્વાર હોવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે.

3 / 6
ખાસ વાત એ છે કે, મુખ્ય દ્વારને હંમેશા સાફ અને આકર્ષક રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર, દ્વાર પર કેટલાક વિશેષ શુભ ચિહ્ન લગાવવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. મુખ્ય દ્વારની બંને તરફ રોલી (લાલ રંગનું કંકુ) અથવા સિંદૂરથી સ્વસ્તિક અને ૐ નું ચિહ્ન બનાવો. આ નકારાત્મક ઊર્જાને પ્રવેશતા રોકે છે. વધુમાં, આંબા અથવા અશોકના પાનનું તોરણ મુખ્ય દ્વાર પર લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય દ્વાર પાસે લીલાછમ છોડ રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.

4 / 6
જો કે, મુખ્ય દ્વાર સાથે જોડાયેલી કેટલીક સામાન્ય ભૂલો ઘરમાં વાસ્તુ દોષ પેદા કરી શકે છે, જેનાથી બચવું અનિવાર્ય છે. ધ્યાન રાખો કે, મુખ્ય દ્વાર પર હંમેશા પર્યાપ્ત રોશની હોવી જોઈએ. સાંજના સમયે દ્વાર પર દીવો અથવા લાઈટ ચોક્કસ પ્રગટાવો/ચાલુ કરો. મુખ્ય દ્વારની બરાબર સામે જૂતા-ચંપલ અથવા ડસ્ટબિન ન રાખો. આનાથી ધન-હાનિ થાય છે. બીજું કે, ખોલતી કે બંધ કરતી વખતે દરવાજામાંથી અવાજ ન આવવો જોઈએ. જો આવે તો, તેને તરત જ સરખો કરાવો. આ ઉપરાંત, મુખ્ય દ્વારનું લાકડું અથવા કલર ખરાબ ન હોવો જોઈએ, આ દરિદ્રતાનું કારણ બને છે.

5 / 6
ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલા આ સરળ વાસ્તુ નિયમોનું પાલન કરીને તમે તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરી શકો છો અને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિને આમંત્રિત કરી શકો છો.

6 / 6
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આ માટે કોઈ નિષ્ણાત (એક્સપર્ટ) ની સલાહ ચોક્કસ લેવી.

ઘરમાં વાવ્યા વગર જ તુલસીનો છોડ ઊગવો આપે છે આ શુભ સંકેત, આવે છે સુખ-સમૃદ્ધિ!

Follow Us
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત

જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો

Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો

g clip-path="url(#clip0_868_265)">