AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનામાં ₹1.98 લાખ કરોડનો નવો રેકોર્ડ… માગ 6 વર્ષના તળિયે, છતાં ભાવમાં આવેલી આ સુનામી પાછળ ‘હાથ’ કોનો?

સામાન્ય રીતે જ્યારે ગ્રાહકો ખરીદી ઓછી કરે ત્યારે વસ્તુ સસ્તી થાય છે. જો કે, સોનાના કિસ્સામાં આ ગણિત ઊંધું પડી રહ્યું છે. વાત એમ છે કે, ભારતમાં ઘરેણાંની રીટેલ માગ નીચલા સ્તરે તો પહોંચી છે પણ સોનાના ભાવ સતત વધી રહ્યા છે.

| Updated on: Aug 03, 2026 | 12:56 PM
Share
સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહેલા સામાન્ય પરિવારો માટે માર્કેટનું ગણિત સમજ બહારનું બનતું જઈ રહ્યું છે. જો તમે એવું વિચારી રહ્યા હોવ કે, જ્યારે દુકાનો પર ગ્રાહકો ઓછા છે અને લોકો દાગીના નથી ખરીદી રહ્યા, તો સોનાના ભાવ નીચે કેમ નથી આવી રહ્યા, તો તમે એકલા નથી. ભારતમાં સામાન્ય લોકો માટે સોનું માત્ર એક ઘરેણું નથી પરંતુ મુશ્કેલીના સમયની બચત છે. ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ સમયે દેશમાં સોનાની રીટેલ માગ 6 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. હવે તેમ છતાં પણ બુલિયન માર્કેટમાં નરમાઈનું કોઈ ઠેકાણું નથી.

1 / 7
માર્કેટ એક્સપર્ટ દેવકૃષ્ણ પાંડે કહે છે કે, જ્યારે કોઈ વસ્તુની માગ ઘટે છે, ત્યારે તેના ભાવ પણ નીચે આવે છે. જો કે, સોનાના કિસ્સામાં આ ગણિત પૂરેપૂરું ઊંધું પડતું દેખાઈ રહ્યું છે. જ્વેલરી શોરૂમ્સમાં છવાયેલો સન્નાટો કિંમતોને ઓછી નથી કરી શકતો, જેના કારણે લગ્નસરા માટે ખરીદી કરનારા પરિવારો સૌથી વધુ પરેશાન છે.

2 / 7
એન્જલ વનના રિપોર્ટ મુજબ, વર્ષ 2026 ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાની કુલ માગ જથ્થા (વોલ્યુમ) ની દ્રષ્ટિએ 6% ઘટીને 131.4 ટન રહી ગઈ. તેમ છતાંય સોનાના ઊંચા ભાવના કારણે માર્કેટની કુલ વેલ્યુ 50% વધીને રેકોર્ડ ₹1.98 લાખ કરોડ પર પહોંચી ગઈ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)નું કહેવું છે કે, આ સમયે દાગીનાની ખરીદીમાં નરમાઈ ચોક્કસપણે દેખાઈ રહી છે પરંતુ રોકાણ માટે સોનાની માગ મજબૂત બનેલી છે. ટૂંકમાં, લોકો ઘરેણાં ખરીદવાથી બચી રહ્યા છે, જ્યારે ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સમાં નાણાં રોકવાનું ચાલુ રાખ્યું છે. સતત વધતી કિંમતોએ ગ્રાહકોની ખરીદ શક્તિને અસર કરી છે, તેથી ઘણા પરિવારો ઓછા વજનના દાગીના અથવા મર્યાદિત ખરીદીનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

3 / 7
WGC નું અનુમાન છે કે, વર્ષના બીજા ભાગમાં તહેવારો-લગ્નની સીઝન શરૂ થવાની સાથે સોનાની માગને ફરી ટેકો મળી શકે છે અને માર્કેટમાં ખરીદીનો માહોલ સુધરવાની આશા છે. એવામાં સવાલ એ છે કે, સામાન્ય જનતાએ અંતર જાળવ્યું તો કિંમતો કોણ વધારી રહ્યું છે? માર્કેટ એક્સપર્ટ દેવ કહે છે કે, ભારત અને ચીન જેવા દેશોમાં સામાન્ય રીતે સોનાના વપરાશનો સૌથી મોટો હિસ્સો જ્વેલરીના વેચાણમાંથી આવે છે. એવામાં જ્યારથી કિંમતો આસમાને પહોંચી છે, ત્યારથી મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગે ખરીદી કાં તો પાછી ઠેલી છે અથવા તો જૂના ઘરેણાં બદલીને કામ ચલાવી રહ્યા છે. જો કે, આમ છતાં કિંમતો સતત ઊંચી રહેવાનું અસલી કારણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં છુપાયેલો એક મોટો બદલાવ છે.

4 / 7
આજે સોનાના 'બજાર ભાવ' સામાન્ય જનતા દ્વારા દુકાનોમાંથી કરવામાં આવતી ખરીદીથી નક્કી નથી થઈ રહ્યા. વિશ્વભરની સેન્ટ્રલ બેંક, ખાસ કરીને ઉભરતી અર્થવ્યવસ્થા ધરાવતા દેશની બેંક મોટાપાયે પોતાના ફોરેન એક્સચેન્જ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ ભંડાર) માં સોનું ઉમેરી રહી છે. આ બધા વચ્ચે જ્યારે સામાન્ય ગ્રાહક એક-એક ગ્રામ માટે બજેટ જોઈ રહ્યો છે, ત્યારે આ મોટી સંસ્થાઓ ટન લેખે સોનું ખરીદીને પોતાના સ્ટોકમાં જમા કરી રહી છે.

5 / 7
દુનિયાભરમાં ચાલી રહેલી રાજકીય વિસંગતતા, યુદ્ધની સ્થિતિ અને વિવિધ દેશના અર્થતંત્ર પર મંડરાઈ રહેલું સંકટ પણ સોનાને મજબૂતી આપી રહ્યું છે. આમાં જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે અસુરક્ષા અને અનિશ્ચિતતાનો માહોલ બને છે, ત્યારે મોટા સંસ્થાકીય રોકાણકારો તેમજ સરકાર કાગળના ચલણ કે શેરબજારના બદલે સોનાને સૌથી સુરક્ષિત સ્થાન માને છે. આ ઉપરાંત, વિશ્વના મોટા આર્થિક કેન્દ્રોમાં વ્યાજદરોને લઈને ચાલી રહેલી ભારે અસ્થિરતાએ પણ મોટા રોકાણકારોનું ધ્યાન સોના તરફ ખેંચ્યું છે. લોકો દાગીના નહીં પરંતુ ગોલ્ડ ETF અને બુલિયન સ્વરૂપે સોનામાં પૈસા રોકી રહ્યા છે. આ જ કારણ છે કે, રીટેલ કાઉન્ટર ભલે શાંત દેખાતા હોય પરંતુ ફાઈનાન્શિયલ માર્કેટમાં સોનાની ડિજિટલ અને સંસ્થાકીય માગમાં કોઈ કમી નથી આવી.

6 / 7
જો તમે આવનારા દિવસોમાં કોઈ લગ્ન કે પ્રસંગ માટે સોનું ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ, તો માત્ર માગમાં ઘટાડો જોઈને ભાવ ઘટવાની રાહ જોવી નુકસાનનો સોદો સાબિત થઈ શકે છે. હાલના ટ્રેન્ડ્સ સ્પષ્ટ ઈશારો કરે છે કે, જ્યાં સુધી વૈશ્વિક પરિસ્થિતિઓ સંપૂર્ણપણે સામાન્ય ન થઈ જાય અને સેન્ટ્રલ બેંકોની આક્રમક ખરીદી ન રોકાય, ત્યાં સુધી સોનાના ભાવમાં કોઈ મોટા ઘટાડાની આશા ઓછી જ છે. સામાન્ય પરિવારોએ હવે પોતાની વ્યૂહરચના બદલવી પડી શકે છે. એવામાં પરંપરાગત ઘરેણાંની જગ્યાએ હળવા વજનના દાગીનાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. સાથે જ, માત્ર રોકાણના દ્રષ્ટિકોણથી વિચારનારાઓ માટે ભૌતિક (ફિઝિકલ) સોનું ખરીદવાને બદલે ડિજિટલ કે નાણાકીય વિકલ્પો પર વિચાર કરવો વધુ વ્યવહારુ સાબિત થઈ રહ્યો છે.

7 / 7

સરકારે એક જ ઝાટકે બદલી નાખ્યા સોના-ચાંદીના નિયમો, શું હવે ભાવમાં આવશે ‘મોટો ઉછાળો’?

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો

વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું

કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે

બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ

સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video

દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video

ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video

શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ

ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">