Vastu Tips: ઘરના દરવાજા પર લીંબુની સાથે સાત મરચા કેમ બાંધવામાં આવે છે? જેની પાછળ રહેલુ છે મોટુ કારણ- વાંચો
લીંબુ અને 7 મરચા દરવાજા પર બાંધવાની પરંપરા એ માત્ર અંધવિશ્વાસ નથી. તેની પાછળ નજરદોષ અને નકારાત્મક ઊર્જાથી બચવાની માન્યતા જોડાયેલી છે. સાથે જ તેની સાથે કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે જે તેને વધુ ખાસ બનાવે છે. આજે આ જ કારણો છે જેને લોકો અનુસરે છે જેથી ઘરમા સુખ-શાંતિ જળવાઈ રહે છે.

બાળપણથી જ આપણે સહુએ જોયુ છે કે લોકો તેમના ઘરો, દુકાનો, ગાડીઓ પર પણ લીંબુ અને મરચા લટકાવી દે છે. મોટાભાગે લોકો આવુ નજરદોષથી બચવા માટે કરે છે.

કેટલાક લોકો તેને માત્ર અંધ વિશ્વાસ માને છે તો કેટલાક લોકો તેને તેની પરંપરા અમે આસ્થા સાથે જોડીને જુએ છે. પરંતુ શું આ માત્ર પરંપરા છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે?

જ્યોતિષાચાર્ય અંશુલ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર લીંબુ અને મરચાને દરવાજા પર લગાવવાની પરંપરા આપણા પૂર્વજોના સમયથી ચાલી આવે છે અને તેની પાછળ ઉંડા કારણો પણ છુપાયેલા છે.

આપણા પૂર્વજો બહુ સમજદાર હતા, તેઓ કોઈને કોઈ કામ પાછળ કોઈને કોઈ નક્કર કારણ રાખતા હતા. તેમણે ક્યારેય વિના કારણ કોઈ ચીજને પરંપરામાં પરિવર્તિત કરી નથી. લીંબુ મરચાની જોડી પણ એવી જ એક પરંપરાનો જ એક ભાગ છે. એવુ મનાય છે કે લીંબુ અને મરચામાં એવી શક્તિઓ હોય છે જે નકારાત્મક ઊર્જાને તેની અંદર ખેંચી લે છે.

લીંબુનો રસ ખાટો હોય છે અને મરચા તીખા. આ બંનેની સંયુક્ત ઉર્જાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. જુના જમાનામાં જ્યારે વિજ્ઞાન એટલુ વિકસીત નહોંતુ ત્યારે લોકો આવી કુદરતી ચીજોથી ઘરને સુરક્ષિત રાખતા હતા.

એવુ પણ કહેવાય છે કે ઘર કે દુકાનોની બહાર લીંબુ-મરચાં બાંધવાથી દરીદ્રતા નથી આવતી
આ પણ વાંચો: બાબા અમરનાથની યાત્રાનો સાચો ઈતિહાસ શું છે? એક મુસ્લિમ ભરવાડ બુટા મલિકે બાબા બર્ફાનીની ગુફા શોધી હોવાની વાતમાં કેટલુ તથ્ય?
