Ujjain: મહાકાલ લોકમાં સ્થાપિત શિવ મૂર્તિઓ QR કોડથી સજ્જ થઈ, પળવારમાં મળશે સંપૂર્ણ માહિતી, જુઓ PHOTOS
Mahakal Lok: મહાકાલની નગરી ઉજ્જૈનમાં બનેલા મહાકાલ લોકની ભવ્યતામાં વધુ એક મોરપીંછ લાગ્યું છે. અહીં સ્થાપિત મૂર્તિઓમાં QR કોડ મૂકવામાં આવ્યો છે. આ QR કોડ સ્કેન કરીને ભક્તો મૂર્તિઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.


બાબા મહાકાલના ભક્તો માટે એક મોટા સમાચાર છે. મહાકાલ લોકમાં સ્થાપિત ભગવાન શિવની મૂર્તિઓ QR કોડથી સજ્જ થઇ છે. હવે મૂર્તિઓ પરનો QR કોડ સ્કેન થતાં જ તેની સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી મોબાઈલ ફોન પર આવી જશે. મધ્યપ્રદેશ સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાં સામેલ મહાકાલ લોકનું ઉદઘાટન ગયા વર્ષે 11 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

આદર, ભક્તિ અને આધ્યાત્મિકતાથી શણગારેલા આ મહાકાલ લોકમાં કુલ 52 ભીંતચિત્રો, 80 શિલ્પો અને ભગવાન શિવની લગભગ 200 મૂર્તિઓ છે. જેમાં ભગવાન શિવની બધી કથાઓ સમાવિષ્ટ છે. આ મહાકાલ લોકના ઉદઘાટન બાદ ભગવાન મહાકાલની નગરીમાં બહારગામથી આવતા પ્રવાસીઓમાં વધારો થયો છે. આ દિવ્ય અલૌકિક વિશ્વના દર્શન કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

મહાકાલ લોકમાં પ્રવાસીઓની સ્થિતિ એટલી હદે વધી ગઈ છે કે રજાના દિવસોમાં લગભગ 2 થી 3 લાખ લોકો બાબા મહાકાલના દરબારમાં પૂજા કરવા માટે પહોંચવા લાગ્યા છે. શ્રી મહાકાલેશ્વર મેનેજમેન્ટ કમિટી અને સ્માર્ટ કંપની મહાકાલ લોકને સુંદર બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. મહાકાલ લોકમાં આવતા ભક્તોને સંપૂર્ણ સંતોષ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જોકે મહાકાલ લોકમાં ભક્તો માટે અનેક સુવિધાઓ છે. પરંતુ ખાસ કરીને દિવ્યાંગજનો અને વૃદ્ધો માટે મહાકાલ લોકની શરૂઆત સાથે જ ઈ-કોર્ટની સુવિધા ઉભી કરવામાં આવી હતી. લોન્ચ સમયે, સ્માર્ટ કંપનીએ દરેક મૂર્તિની આગળ QR કોડ મૂકવાનો દાવો કર્યો હતો. હવે આ ધ્યેય પૂરો થયો છે. કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે ભગવાન શિવની મૂર્તિઓ QR કોડ સ્કેન કરતા જ પોતાનો પરિચય આપશે.

મહાકાલ લોકમાં ભગવાન શિવની વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ છે. જેમાં શિવ-પાર્વતી વિવાહ સિવાય અન્ય પ્રસંગોને મૂર્તિના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તેમને જોઈને જ ખ્યાલ આવે છે કે ભગવાન શિવ સ્વયં તેમની સામે બિરાજમાન છે. મહાકાલ લોકની પોતાની મોબાઈલ એપ 'ઉમા' પણ છે. કહેવાય છે કે અહીં આવનારા ભક્તોએ પહેલા ઉમા એપ ડાઉનલોડ કરવી પડશે. આ પછી જ QR કોડ સ્કેન કરી શકાય છે. (ઇનપુટ ક્રેડિટ : ટીવી9 ભારત વર્ષ)

































































