Trvel Tips : ચોમાસામાં ફ્રેન્ડ સાથે ઓછા બજેટમાં શહેરના ઘોંઘાટથી દૂર આ સુંદર સ્થળે ફરવાનો પ્લાન બનાવો
વિકેન્ડમાં જો તમે ક્યાંય ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો ગુજરાતનું આ સ્થળ બેસ્ટ છે. ચોમાસાની ઋતુમાં પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે.અમદાવાદથી 160 કિમી દૂર આ સુંદર સ્થળ આવેલું છે. ચોમાસામાં આ સ્થળ ફરવા માટે બેસ્ટ છે.

ગુજરાતનું આ સ્થળ એવું છે, જ્યાં જે લોકોને ચોમાસાની ઋતુમાં બહાર નીકળવું ન ગમે તેમને પણ આ સ્થળ ખુબ પસંદ આવે છે. આ સ્થળ નાના બાળકોથી લઈ સૌ કોઈ માટે ફરવા માટે બેસ્ટ સ્થળ છે.

અરવલ્લીમાં સ્થિત પોળો ફોરેસ્ટ એ એક એવી જગ્યા છે. જ્યાં પ્રકૃતિ અને ઇતિહાસનો સમન્વય થાય છે. પ્રાચીન મંદિરો, ગાઢ જંગલો અને શાંત રસ્તાઓ તેને ગુજરાતના સૌથી શાંતિપૂર્ણ સ્થળોમાંનું એક છે. એક એવી જગ્યા જે તમને શહેરના ઘોંઘાટથી દૂર લઈ જાય છે.

પોળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોના બાંધકામમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે.

પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળોએ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે.ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પોળો ફેસ્ટિવલનું આયોજન થાય છે

સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગર પાસેનું પોળો જંગલ આજકાલ પ્રવાસીઓની મનપસંદ ફરવાની જગ્યા બની ગયુ છે. અહીં વરસાદની ઋતુમાં પ્રકૃતિનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે,

પોળો ફોરેસ્ટમાં તમને અનેક ઝરણાના ધોધ જોવા મળશે, આ સાથે ચારે બાજુ લીલીછમ વનરાયું વચ્ચેથી રસ્તાઓ પસાર થાય છે. આજુબાજુનું પ્રાકુતિક સૌંદર્ય તમારું મન મોહી લેશે.

પોળો ફોરેસ્ટ તમે પરિવાર,મિત્રો કે બાળકો સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. અહી પહોંચ્યા પછી તમારો આખો દિવસ કેમ પસાર થઈ જશે તેની ખબર પણ નહી પડે, ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળમાંથી એક છે પોળો ફોરેસ્ટ

વિજયનગર સૌથી નજીકનું શહેર, ઉદયપુરથી 120 કિમી અને અમદાવાદથી 160 કિમી દૂર છે, અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 દ્વારા પહોંચી શકાય છે. અમદાવાદથી તમે પ્રાઈવેટ કાર લઈને માત્ર 2 કલાકમાં પોળો ફોરેસ્ટ પહોંચી શકો છો. (all photo : Gujarat Tourism)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
