Breaking News: શું છે ટાઈમ-રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ? જે ડાયાબિટીસમાં છે મદદરૂપ
વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ નુસખા અજમાવે છે. કેટલાક લોકો એક્સરસાઇઝ, દવાઓ અથવા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અપનાવે છે. તેવી જ રીતે એક બીજી પદ્ધતિ છે જેને મેડિકલ ભાષામાં ટાઈમ-રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ (Time-Restricted Eating) કહેવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ટાઈમ-રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ (Time-Restricted Eating) નો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે, પરંતુ હજુ પણ ઘણા લોકો આ વિશે જાણતા નથી. આ એક એવી ડાયટ પદ્ધતિ છે જેમાં શું ખાવું તેના કરતાં ક્યારે ખાવું તે વધુ મહત્વનું હોય છે. ખાસ આ પદ્ધતિ વિશે ડાયટિશિયન દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે.
વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ નુસખા અજમાવે છે. કેટલાક લોકો એક્સરસાઇઝ, દવાઓ અથવા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અપનાવે છે. તેવી જ રીતે એક બીજી પદ્ધતિ છે જેને મેડિકલ ભાષામાં ટાઈમ-રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ (Time-Restricted Eating) કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં દિવસભર ખાવાનો સમય 8 થી 10 કલાક સુધી મર્યાદિત રાખવામાં આવે છે અને બાકીના સમયમાં ઉપવાસ રાખવો પડે છે.
કેવી રીતે કરવામાં આવે છે ટાઈમ-રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ (Time-Restricted Eating)?
ડાયટિશિયન ડૉ. અનામિકા ગૌરના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જ ખાય અને ત્યારબાદ આગામી 16 કલાક સુધી કંઈ ન ખાય, તો તેને ટાઈમ-રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ (Time-Restricted Eating) કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ખાવાનું ટાળવું પડે છે, પરંતુ પાણી, નારિયેળનું પાણી અથવા ગ્રીન ટી પી શકાય છે.
શરીર પર કેવી રીતે કામ કરે છે?
જ્યારે શરીર લાંબા સમય સુધી ઉપવાસમાં રહે છે ત્યારે શરીરના મેટાબોલિઝમને આરામ મળે છે. એનર્જી માટે વધું ફળ, શાકભાજી, પ્રોટીન વાળા ખોરાક લઈ શકીએ, તેમજ વજન ઘટાડવાં ઓછું તેલ અને ઓછું મીઠાંનો ઉપયોગ કરવો, જેના કારણે ચરબી ધીમે-ધીમે ઘટે છે, અને પાચન તંત્રને આરામ મળે છે અને શરીર પોતાનું રિપેરિંગ કાર્ય પણ કરે છે.
આ કાર્ય કરતા તેને લભગભ 16 કલાક જેટલો સમય લાગે છે. આ પ્રક્રિયામાં પણ શરીરની ચરબીનો ઉપયોગ એનર્જી તરીકે કામ કરે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. આપણે દિવસભર જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી શરીરને જે ઊર્જા મળે છે તેને કેલરી કહેવામાં આવે છે.
કઈ બીમારીઓમાં મળી શકે ફાયદો?
- ટાઈપ-2 ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે
- હાર્ટની બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે
- બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવામાં મદદ મળે છે
- પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે પરંતું આ પ્રકારની ડાયટ ચાલું કરતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
કોના માટે યોગ્ય નથી?
ટાઈમ-રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ નીચેના લોકો માટે યોગ્ય નથી
- ગર્ભવતી મહિલાઓ
- વૃદ્ધ લોકો
- એથ્લીટ્સ
- જે કોઈ વ્યક્તિ ગંભીર બીમારીથી પીડિત હોય
